વલસાડઃ જિલ્લાના ગુંદલાવ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં ચાઈનીઝ ટેક્નિશિયન આવ્યા હતા અને અહીં જ વસવાટ કરી રહ્યા છે. તેમને સ્થાનિકો તેમજ આજુ-બાજુના લોકો ત્રણ ચાર દિવસથી કંપનીની બહાર નીકળતા જોઇ રહ્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને પગલે વલસાડ પોલીસની ટીમે અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.
હાલ ત્રણેય લોકો ચાઇનાથી ક્યારે આવ્યા છે અને કોરોનાના કોઈ લક્ષણ છે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તેઓ સ્વસ્થ્ય હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે અચાનક વલસાડની કંપનીમાં ચાઇનાથી આવેલા કેટલાક લોકોને સ્થાનિકોએ જોયા બાદ વહીવટી તંત્રને માહિતી આપી હતી.