ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં કોરોનાના નવા કેસ નોંધાયા, કુલ આંક 29 - valsad

દમણમાં રવિવારે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા વિસ્તારને સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તંત્રએ એક સાથે દમણમાં 3 વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. રવિવારે પણ એક કેસ નોંધાતા હાલ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવનો આંકડો 29 પર પહોંચ્યો છે.

દાદરા નગર હવેલી અને વલસાડમાં નોંધાયા કોરોના કેસ, કુલ આંકડો 29 પર

author img

By

Published : Jun 14, 2020, 8:19 PM IST

દમણ: દમણમાં રવિવારે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા વિસ્તારને સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વલસાડના ચણોદ વિસ્તારના એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ નિપજ્યું છે તો, ઉદવાડામાંથી એક યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાદરા નગર હવેલીમાંથી પણ એક રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

દાદરા નગર હવેલી અને વલસાડમાં નોંધાયા કોરોના કેસ, કુલ આંકડો 29 પર
દમણમાં રવિવારે વધુ 2 કેસ કોરોના પોઝિટિવ આવતા કુલ આંક 6 પર પહોંચ્યો છે. જ્યારે દાદરા નગર હવેલી અને વલસાડના ઉદવાડામાંથી પણ એક-એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દમણમાં આવેલા મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા 30 વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. એ જ રીતે ગુજરાતની વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં કરતો અને દમણમાં રહેતા 40 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તંત્રએ એ સાથે દમણમાં 3 વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં ખારીવાડના વોર્ડ નમ્બર 15માં ઉમરનુંર એપાર્ટમેન્ટ, દિલીપનગરમાં દિલીપ એમ્પાયર અને આટિયાવાડ ચાર રસ્તા પાસે ડાભેલની વિજય બાર એન્ડ રેસ્ટોરન્ટ બિલ્ડીંગ સિલ કરી છે.

આ તરફ વલસાડમાં રવિવારે એક 60 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ દર્દી મુંબઈથી વાપીના ચણોદ વિસ્તારમાં આવેલો અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડિત હતો. જ્યારે ઉદવાડા ગામથી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતી સુરતથી આવી હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.

જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં શનિવારે એક કોરોના સંક્રમિત કેસ નોંધાયાં બાદ રવિવારે પણ એક કેસ નોંધાતા હાલ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવનો આંકડો 29 પર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.