- વલસાડ ખાતે નવા ભર્તી થયેલા પોલીસ કર્મચારીઓનુ દિક્ષાંત સમારોહ
- 8 મહિનાની તાલીમ બાદ પોલીસ કર્મચારીઓએ લીધા શપથ
- ડૉ.રાજદિપસિંહ ઝાલાએ લેવડાવ્યા શપથ
વલસાડ :ગુજરાત પોલીસ દળમાં કાયદો અને વ્યવસ્થાને ઉની આંચ ન આવે તે માટે હાલમાં નવા ભર્તી થયેલા પોલીસ કર્મચારીઓનો આઠ માસની તાલીમને અંતે શુક્રવારે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પોલીસ હેડ કવાટર્સ વલસાડ ખાતે દિક્ષાંત સમારોહનુ આયોજન કરવામાં આવેલ હતું.
ડૉ રાજદિપસિંહ ઝાલાએ લેવડાવ્યા શપથ
આ દિક્ષાંત સમારોહમાં પોલીસ હેડ કવાટર્સ ખાતે પાયાની તાલીમ લઇ રહેલા 81 પુરુષ લોકરક્ષક તથા 26 સ્વી લોકરક્ષક મળી કુલ 150 જેટલા લોકરક્ષકોને શુક્રવારે તાલીમ પૂર્ણ થયા બાદ ડૉ.રાજદિપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક વલસાડ એ કર્તવ્ય અને નિષ્ઠાના શપથ લેવડાવી પોલીસ ખાતાના આ જવાનો પોતાનું દેશ પ્રત્યે , સમાજ પ્રત્યે અને માનવતા પ્રત્યેનું કર્તવ્ય આદર્શ રીતે બજાવે અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે તેવી આશા સાથે પ્રેરિત કર્યા હતા .
આ પણ વાંચો: સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
વલસાડ પોલીસ હેડ ક્વોર્ટર ખાતે કોણ કોણ રહ્યું હજાર
આ સમારોહમાં મનોજ શર્મા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક વલસાડ , વી.એન.પટેલ નાયબ પોલીસ અધિક્ષક sc / s1 સેલ વલસાડ , . એમ.એન. ચાવડા નાયબ પોલીસ અધિક્ષક , વલસાડ વિભાગ તથા , વી.એમ. જાડેજા નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ તથા જીલ્લાના પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર હાજર રહ્યા હતા
વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 8 માસ થી લઈ રહ્યા હતા તાલીમ
લોકરક્ષક દલ માં જોડાવવ માટે શારીરિક અને માનસિક તાલીમ છેલ્લા 8 માસ થી 150 તાલીમ આર્થી ઓ તાલીમ લઈ રહ્યા હતા જેઓની શુક્રવારે તાલીમ પુર્ણ થતા તેમને લોકરક્ષક દલમાં સામેલ કરવા માટે વિશેષ શપથ ગ્રહણ સમારોહ અને દિક્ષાનત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .