વલસાડ : રાજ્યસભાની ચૂંટણીને લઈને 2 ભાજપ અને 2 કોંગ્રેસ સીટ જીતશે તેવું નક્કી મનાતું હતું. પરંતુ હવે જે રીતે ભાજપ મોવડી મંડળ દ્વારા નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરતા સિનિયર નેતાઓ પોતાના બળાપો સોશિયલ મીડિયામાં કાઢી રહ્યાં છે. વલસાડ કોંગ્રેસના આગેવાન અને સિનિયર કોંગ્રેસ નેતા ગૌરવ પંડયા એ ટવીટ કરી પાર્ટીને ચેતવણી આપી હતી.
તેમના જણાવ્યા મુજબ નરહરિ અમીન પાટીદાર ચેહરો છે. તેઓ 2012 સુધી કોંગ્રેસમાં હતા. તેમજ કોંગ્રેસમાં પણ તેમનો મોટો ચાહક વર્ગ છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પણ પાટીદાર ચેહરાની માંગ કરવામાં આવી હતી. પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટી આ સમગ્ર મામલે નિર્ણયો લઇ રહી છે. જેને કારણે તેમને ક્યાંક ને ક્યાંક નુકશાન થઇ રહ્યું છે.
નોંધનીય છે કે, ગૌરાંગ પડયાની ટ્વીટને પગલે કોંગ્રેસમાં ક્યાંક જે ક્યાંક અંતરીક ખેંચતાણ હોય એવું સોશિયલ મીડિયામાં કાઢવામાં આવી રહેલ હૈયાવરાળ ઉપરથી અંદાજ લગાવી શકાય છે. જો કે, હવે આગામી દિવસમાં કોંગ્રેસ શું પગલાં લેશે એની ઉપર સૌની નજર રહેશે.