- ઉમરગામ નગરપાલિકામાં 7 બેઠક પર કોંગ્રેસનો કબ્જો
- ભાજપની સત્તામાં થયેલા અન્યાયનો બદલો આપ્યો
- આ હજુ કોંગ્રેસની શરૂઆત છે
ઉમરગામ: નગરપાલિકામાં ભાજપની 21 બેઠક તો કોંગ્રેસની 7 બેઠક પરના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસે 7 બેઠવી હોવા અંગે ઉમરગામ કોંગ્રેસના પ્રવક્તા બશિષ્ઠ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં જે કાર્ય કરે છે તે ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી આવીને અહીં વસેલા પરપ્રાંતીય લોકો છે. ભાજપની સત્તામાં તેમનો સતત અનાદાર થતો હતો, અત્યાચાર થતો હતો. તેમના ઘર તોડવામાં આવ્યા હતા એ તમામે એક મત થઈને કોંગ્રેસને આ વિજય અપાવ્યો છે.
ભાજપનો ગઢ આવનારા દિવસોમાં ધરાશાયી થશે
ભાજપ સામે મતદારોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉમરગામ નગરપાલિકામાં ભાજપ સામે કોંગ્રેસની જીતની આ એક શરૂઆત છે. આવનારા દિવસોમાં ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં આવી જ જીત મળશે. કોંગ્રેસના ગઢને ધરાશાયી કરવાનો પ્રયાસ ભાજપે કર્યો છે, જેની સામે ભાજપનો ગઢ આવનારા દિવસોમાં ધરાશાયી થશે.
આવતી ટર્મ કોંગ્રેસની હશે
ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે વોર્ડ નંબર-6માં ચાર ઉમેદવારો વિજેતા થયા છે. કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપો કર્યા હતા કે, અન્ય વોર્ડની બેઠક ઉપર પણ કોંગ્રેસ મજબુત દાવેદાર હતી. જેમાં ભાજપે તેમના વોટ કાપી આ જીત મેળવી છે, પરંતુ આ ચૂંટણી બાદ આવનારી નવી ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમરગામ નગરપાલિકાના તમામ વોર્ડ જીતીને બતાવશે.