આગામી તારીખ 5 માર્ચ 2020થી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં પરીક્ષા આપવા થનગની રહેલા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન તારીખ 5ના રોજથી શરૂ કરવામાં આવી રહી છે.
હેલ્પલાઇન દ્વારા જે વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા પ્રશ્નો હોય કે જે તે વિષયના પ્રશ્નો હોય તે તમામ વિષયોને આધારિત ૭૬ જેટલા વિષયોના તજજ્ઞોને નંબર આવરી લેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓની સંકોચ પણે વિષયના નિષ્ણાંતો પાસે માર્ગદર્શન મેળવી શકશે અને જે માટે સવારે આઠથી દસ કલાક તેમજ સાંજે છથી આઠ કલાક દરમિયાનના સમયમાં ફોન કરી શકી તેમના પ્રશ્નો અંગે માહિતી મેળવી શકશે. આ સાથે જ પરીક્ષાને લગતી સમસ્યાઓેને લઇ મનોચિકિત્સક સાથે પણ વાર્તાલાપ કરી શકે તે માટે વલસાડ જિલ્લા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના મનોચિકિત્સક ડોક્ટર મનુભાઈ પરમારનો મોબાઇલ નંબર 9408200519 ઉપર કોઈપણ સમયે ફોન કરી માર્ગદર્શન મેળવી શકશે તો આ સાથે જ વિષયના નિષ્ણાતોના ફોન નંબર ઉપર સંપર્ક કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે.
નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વાલીઓમાં પણ ક્યાંકને ક્યાંક ડરનો માહોલ હોય છે અને હા ડરના માહોલને લઈને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપતી સમયે મૂંઝવણમાં મુકાતી હોય છે અને જે તે વિષયની આવી મૂંઝવણો દૂર કરવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનું કહી શકાય એવું પગલું ભરી આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જે 5 ફેબ્રુઆરીના રોજથી શરૂ થવા જઈ રહી છે.