ETV Bharat / state

વલસાડમાં પુરાણ માટે કેમિકલ વેસ્ટ વાપરતા ફરિયાદ

author img

By

Published : Feb 6, 2020, 9:56 PM IST

Updated : Feb 6, 2020, 10:03 PM IST

વાપી GIDCમાં આવેલી અનેક કંપનીઓ કંપનીમાંથી ઉત્પાદન થયા બાદ નીકળતા કેમિકલને જાહેરમાં ફેકવાથી બાજ આવતી નથી. જેનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. કપરાડા તાલુકાના બબરખડક ગામે એક ખાનગી જમીનમાં માલિકે પોતાની જમીનમાં ખાડો પુરવા માટે પુરાણ કામ શરૂ કર્યું હતું. માટીના સ્થાને અહીંયા રંગ અને પીએચ ધરાવતો કેમિકલ જથ્થો નાખવામાં આવી રહ્યો હતો.

Complaint on Chemical Vest for Land Purification in Valsad
પુરાણ માટે કેમિકલ વેસ્ટ વાપરતા ફરિયાદ

વલસાડઃ કપરાડા તાલુકાના બાબરખડક ગામે સર્વે નંબર 518 વાળી જગ્યા જેમાં માલિક નાઝીર અલ્લાહ રખ્ખા દ્વારા તેની જમીનમાં ખાડો હોવાને લઈ તેનું પૂરણ કામ કરવા માટે કોઈ સાજીદ નામના ઈસમનો સંપર્ક કરીને, તેનું પૂરણ કામ શરૂ કર્યું હતું. આ જગ્યાએ માટી નાખવાના બદલે સાજીદ દ્વારા કાળા રંગનું કેમિકલ કેટલા પ્લાસ્ટિકના થેલામાં ભરીને અહીં રાખવામાં આવી રહ્યું હતું.

પુરાણ માટે કેમિકલ વેસ્ટ વાપરતા ફરિયાદ

આ અંગેની જાણકારી સ્થાનિકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કરી હતી. જે બાદ GPCBનાં અધિકારીઓ સ્થળ પર આવી કેટલાક સેમ્પલ મેળવ્યા હતા. પર્યાવરણને નુકસાન અને હાનિ થાય તેવા પ્રકારનું કેમિકલ અહીંયા નાખવામાં આવતું હોવાનું બહાર આવતા આખરે GPCBના અધિકારીએ જમીન માલિક અને કેમિકલ લાવીને નાખનારા ઈસમ સામે નાનાપોંઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચ્યો છે.

આ અંગેની જાણ કેટલાક જાગૃત નાગરિકોની થતા તેમણે આ સમગ્ર બાબતે વાપી GPCB કચેરીમાં જાણકારી આપી હતી. જેને લઇને GPCBના અધિકારી અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જમીનમાં નાખવામાં આવી રહેલા આ કેમિકલની તપાસ કરતા કેટલાક સેમ્પલ મેળવ્યા હતા. આ સેમ્પલમાં બહાર આવ્યું છે કે, આંખોમાં આવી રહેલું આ કેમિકલ પર્યાવરણને નુકશાન કર્તા છે.

આ કેમિકલના પીએચ અને રંગવાળું આ કેમિકલ આસપાસના વિસ્તારને પણ હાનિકારક હોવાનું બહાર આવ્યું હતું. જે કારણે પર્યાવરણ વિભાગના વૈજ્ઞાનિક અધિક્ષક શૈલેષભાઈ પટેલ દ્વારા નાના પોન્ડા પોલીસ મથકમાં જમીન માલિક નાઝીર ભાઈ તેમજ અહીં કેમિકલ નાખનારા સાજીદ નામના ઈસમ સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે નાના પોન્ડા પોલીસે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 7, 8, 15 અને 16 તેમજ IPCની કલમ 185, 268 અને 114 અન્વયે ગુનો નોંધી આ સાજીદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કપરાડા તાલુકાના કોઠાર ગામે પણ કેમિકલ કચરો નાખવામાં આવી રહ્યો હતો. જંગલ વિભાગના અધિકારીઓએ છાપો મારીને તપાસ ચલાવી હતી. જો કે, જે બાદ આ અંગે પણ ફરિયાદ થતા ઉહાપોહ મચ્યો હતો.

બાબરખડક ગામે જ્યાં આ જમીન આવેલી છે. આ કેમિકલ કરવામાં આવી રહ્યું છે. એની નજીકમાં જ પ્રાથમિક શાળા પણ આવેલી છે. આસપાસનાં વિસ્તારમાં ભૂલકાઓ અભ્યાસ અર્થે આવે છે, ત્યારે આ કેમિકલની સીધી અસર એમને પણ થઈ શકે એમ છે. શું પોતાના અંગત સ્વાર્થ માટે જમીનમાં કેમિકલ નાખી પર્યાવરણ અને આસપાસના લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા યોગ્ય કહી શકાય?

હાલ તો આ સમગ્ર બાબતને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ પોલીસ ફરિયાદ થતાની સાથે જ અહીં કેમિકલ નાખનારાઓ પોતાનો બચાવ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

Intro:
વાપી જીઆઇડીસીમાં આવેલી અનેક કંપનીઓ કંપનીમાંથી ઉત્પાદન થયા બાદ નીકળતા કેમિકલને જાહેરમાં છોડવા અંગે બાજ આવતી નથી જેનુ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે કપરાડા તાલુકાના બબરખડક ગામે એક ખાનગી જમીનમાં માલિકે એ પોતાની જમીનમાં ખાડો પુરવા માટે પુરાણ કામ શરૂ કર્યું હતું પરંતુ માટીના સ્થાને અહીં આગળ રંગ અને પીએચ ધરાવતો કેમિકલ જતો નાખવામાં આવી રહ્યો હતો આ અંગેની જાણકારી સ્થાનિકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં કરવામાં આવતા આખરે તેમને અધિકારી સ્થળ પર આવીને કેટલાક સેમ્પલ મેળવ્યા હતા અને તે બાદ પર્યાવરણને નુકસાન અને હાનિ થાય તેવા પ્રકારનું કેમિકલ અહીં રાખવામાં આવી રહી હોવાનું બહાર આવતા આખરે જીપીસીબીના અધિકારીએ જમીન માલિક અને અહીં કેમિકલ લાવીને નાખનારા સામે નાનાપોંઢા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છેBody:કપરાડા તાલુકાના બાબરખડક ગામે સરવેનંબર 518 વાળી જગ્યા જેમાં માલિક નાઝીર અલ્લાહ રખ્ખુ દ્વારા તેની જમીનમાં ખાડો હોવાને લઇ તેનું પૂરણ કામ કરવા માટે કોઈ સાજીદ નામના ઈસમ નો સંપર્ક કરીને તેનું પૂરણ કામ શરૂ કર્યું હતું પરંતુ અહીં માટી નાખવા સ્થાને સાજીદ દ્વારા કાળા રંગનું કેમિકલ કેટલા પ્લાસ્ટિકના થેલામાં ભરીને અહીં રાખવામાં આવી રહ્યું હતું આ અંગેની જાણ કેટલાક જાગૃત નાગરિકોની થતા તેમણે આ સમગ્ર બાબતે વાપી gpcb કચેરીમાં જાણકારી આપી હતી જેને લઇને જીપીસીબીના અધિકારી અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જમીનમાં નાંખવામાં આવી રહેલા આ કેમિકલની તપાસ કરતા કેટલાક સેમ્પલ મેળવ્યા હતા અને આ સેમ્પલમાં બહાર આવ્યું કે નહીં આંખોમાં આવી રહેલું આ કેમિકલ પર્યાવરણને નુકશાન કર્તા છે અને તેના પીએચ અને રંગવાળું આ કેમિકલ આસપાસના વિસ્તારને પણ હાનિકારક હોવાનું બહાર આવ્યું હતું જેને લઇને પર્યાવરણ વિભાગના વૈજ્ઞાનિક અધિક્ષક શૈલેષભાઈ પટેલ દ્વારા નાનાપોન્ડા પોલીસ મથકમાં જમીન માલિક નાઝીર ભાઈ તેમજ અહીં કેમિકલ નાખનારા સાજીદ નામના ઈસમ સામે પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી હતી આ અંગે નાના પોન્ડા પોલીસે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ સાત-આઠ 15 અને 16 તેમજ આઈપીસીની કલમ 185 268 અને 114 અન્વયે ગુનો નોંધી હાલ આ સાજીદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી છેConclusion:મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ કપરાડા તાલુકાના કોઠાર ગામે પણ કેમિકલ કચરો નાખવામાં આવી રહ્યો હતો જંગલ વિભાગના અધિકારીઓએ છાપો મારીને તપાસ ચલાવી હતી જો કે જે બાદ આ અંગે પણ ફરિયાદ થતાં ઉહાપોહ મચ્યો હતો મહત્વનું છે કે બાબરખડક ગામે જ્યાં આ જમીન આવેલી છે અને જ્યાં આ કેમિકલ કરવામાં આવી રહ્યું છે એની નજીકમાં જ પ્રાથમિક શાળા પણ આવેલી છે જ્યાં અને ભૂલકાઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે આ કેમિકલ ની સીધી અસર એમને પણ થઈ શકે એમ છે શું પોતાના અંગત સ્વાર્થ માટે જમીનમાં કેમિકલ નાખી પર્યાવરણ અને આસપાસના લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા યોગ્ય કહી શકાય? હાલ તો આ સમગ્ર બાબતને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ પોલીસ ફરિયાદ થતાની સાથે જ અહીં કેમિકલ રાખનારાઓ પોતાનો બચાવ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે

નોંધ :-વીડિયો વી ઓ સાથે છે ..
Last Updated : Feb 6, 2020, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.