- વાપીમાં હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની હેલ્પ
- જરૂરિયાતમંદ લોકોને સહાય આપી
- કલેકટર રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા
વલસાડ:- વાપીમાં કાર્યરત હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11મી એપ્રિલે વલસાડ કલેકટર આર.આર.રાવલ, વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ, હાથલારી અને વાર્ષિક પેન્શન સુપ્રત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓ માટે નારી સન્માન કાર્યક્રમ યોજાયો
3 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે
વાપીમાં છેલ્લા 3 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં વલસાડ કલેકટર આર.આર.રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ટ્રસ્ટની કામગીરી અંગે ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચીએ વિગતો આપી હતી કે, હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપીમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી સંસ્થા છે. જેમાં ટ્રસ્ટ દ્વારા 30 વિધવા મહિલાઓને વાર્ષિક 15 હજાર રૂપિયા લેખે પેન્શન આપે છે. બેરોજગાર પુરુષોને 30 જેટલી હાથલારી ઉપરાંત મહિલાઓ-પુરુષોને 30 હજાર સુધીની વગર વ્યાજની લોન આપે છે. તો, ગરીબ અને બીમાર લોકોને માં કાર્ડ હેઠળ સારવાર કરાવી આપે છે. જેમાં અત્યાર સુધીમાં 18 જેટલા ગરીબ દર્દીઓના કેન્સર, હાર્ટ, કિડની જેવી બીમારીની સારવાર કરાવી મદદરૂપ થયા છે.


આ પણ વાંચોઃ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને ફ્રી સેવા આપવામાં આવે
માં કાર્ડ હેઠળ ગરીબ દર્દીઓના ઓપરેશન કરાવ્યા
ઉલ્લેખનીય છે કે, હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ સરકારની વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, રાશન સહાય યોજના, માં કાર્ડ યોજના જેવી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી તેમને સાચા અર્થમાં હેલ્પ કરી ટ્રસ્ટનું નામ સાર્થક કર્યું છે. જેના લાભાર્થી વિતરણ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ, વાપી માલતદાર સહિત લઘુમતી સમાજના આગેવાનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું.