- 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિનનો ડોઝ લઈ શકશે
- વાપીમાં 15 સ્થળોએ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ
- લોકોમાં વેક્સિન લેવા જોવા મળ્યો ઉત્સાહ
વલસાડઃ જિલ્લાના વાપી અર્બન વિસ્તારમાં અને GIDC વિસ્તારમાં કોવિડ વેક્સિન લેવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓ આ રસીનો ડોઝ લઈ શકશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે વાપીમાં આ જાહેરાત પહેલા 45થી વધુ ઉંમરના 30 હજાર લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે.
કેમ્પ પર મોટી સંખ્યામાં લોકો વેક્સિનનો ડોઝ લેવા આવ્યાં
કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા રસીની શોધ થયા બાદ 16 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધી આરોગ્ય વર્કર, કોરોના વોરિયર્સ, સિનિયર સિટીઝનો અને કોમોરબીડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં હતા. ત્યારે હવે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓ આ ડોઝ મુકાવી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વાપીમાં આ અંગે લોકોએ કેવો ઉત્સાહ બતાવ્યો છે તે અંગે ETV BHAART દ્વારા વાપી અર્બન હેલ્થ વિભાગના અધિકારી સીની પાંડે સાથે વાત કરી હતી. સીની પાંડેએ આ અંગે જણાવ્યું હતું કે, નવી ગાઈડલાઈન મુજબ વાપીમાં શહેરી વિસ્તાર, GIDC માં 15 કેમ્પની શરૂઆત કરી છે. દરેક કેમ્પ પર લોકો મોટી સંખ્યામાં વેક્સિનનો ડોઝ લેવા આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભુજમાં મીડિયા કર્મીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં અંદાજીત 30 હજાર લોકોએ વેક્સિન લીધી
અર્બન હેલ્થ અધિકારી સીની પાંડેએ વધુમાં વિગતો આપી હતી કે, સિનિયર સિટીઝનો અને 45 વર્ષ પછીના કોમોરબીડ લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. અત્યાર સુધીમાં અંદાજીત 30 હજાર લોકોએ એનો લાભ લીધો છે. કોઈને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી.
વેક્સિનનો ડોઝ લેવા કરાયો અનુરોધ
વેક્સિન લેવા આ વેલા લોકોએ પણ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા જેમ આપણે અન્ય બીમારી વખતે ઇન્જેક્શન મુકાવીએ છીએ તેટલી સરળ રીતે જ મુકાવવાની છે. કોઈ તકલીફ થતી નથી. વેક્સિનનો ડોઝ લીધો છે એનો ખૂબ આનંદ થાય છે. તેમજ લોકોએ કહ્યું કે, આ પહેલા વડીલોએ પણ વેક્સિન લીધી છે. તેમને કોઈ જ તકલીફ પડી નથી. એટલે દરેક નાગરિકે કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન અવશ્ય લેવી જોઈએ.
આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી
ઉદ્યોગોમાં અને સોસાયટીમાં પણ લોકોમાં ઉત્સાહ
ઉલ્લેખનીય છે કે, 45 વર્ષ પછીના તમામ લોકો વેક્સિનનો ડોઝ લઈ શકશે તેવી જાહેરાત બાદ વિવિધ સોસાયટીઓમાં, ઉદ્યોગોમાં અને શહેરી આરોગ્ય કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લેવા માટે ઉત્સાહ બતાવ્યો છે.