ETV Bharat / state

કચરાના ટેમ્પોમાં લઈ જવાતા વેન્ટિલેટર મામલે વલસાડ જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સરકારના આદેશ મુજબ વલસાડ સિવિલમાંથી કચરાના ટેમ્પોમાં વેન્ટિલેટર લઈ જવામાં આવતા હોબાળો મચ્યો હતો.. જોકે, લાખોની કિંમતના મશીનો ખુલ્લામાં કેમ લઈ જવાની ફરજ પડી તે બાબત હજુ પણ તપાસનો વિષય છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટરે ઘટનાની ગંભીરતા જોતા તપાસના આદેશ આપતા હાલ તો સિવિલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કચરાના ટેમ્પોમાં લઈ જવાતા વેન્ટિલેટર મામલે વલસાડ જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ

author img

By

Published : Apr 7, 2021, 1:24 PM IST

Updated : Apr 7, 2021, 2:28 PM IST

  • સુરત મહાનગરપાલિકા દ્વારા વલસાડથી વેન્ટિલેટર મંગાવ્યા હતા
  • ખુલ્લા કચરા ભરવાના ટેમ્પોમાં લઇ જવાતા હતા વેન્ટિલેટર
  • વલસાડ કલેકટરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને સામે તપાસના આદેશ આપ્યા

વલસાડ: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ખૂટી પડતાં સરકારના આદેશ અનુસાર વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લેવા 2 વાહનો મોકલવામાં આવ્યા હતા. જોકે, વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ વેન્ટિલેટર મોકલવા માટે આવેલા વાહનો અત્યાધુનિક અને લાખો રૂપિયાની કિંમતના વેન્ટિલેટર મશીન કચરા ભરવાના ટેમ્પોમાં ભરીને મોકલવામાં આવ્યા હતા.

કચરાના ટેમ્પોમાં લઈ જવાતા વેન્ટિલેટર મામલે વલસાડ જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો: ગંભીર પરિસ્થિતિઃ વેન્ટીલેટરને કચરાના ડબ્બામાં લવાયા સુરત

16થી વધુ મશીનો કચરો ભરવાના ટેમ્પોમાં લઇ જવાયા

વલસાડ સિવિલ હોસ્પિટલમાં 200થી વધુ વેન્ટિલેટર મશીનો સુરતની સ્મીમેર હોસ્પિટલ માટે કચરા ભરવાના 2 ટેમ્પોમાં લઇ જવાયા હતા. જોકે, માર્ગમાં કેટલાક મીડિયા કર્મીઓને આ ટેમ્પો દેખાઈ જતા તેમણે પૂછપરછ કરી હતી. વધુમાં લાખોની કિંમતના વેન્ટિલેટર મશીન ખુલ્લામાં કેમ લઈ જવામાં આવી રહ્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટેમ્પો ચાલકોએ પણ આ સમગ્ર બાબતે મૌન સેવ્યું હતું

હોસ્પિટલના સંચાલકોએ આ બાબતે બોલવાનું ટાળ્યું

વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી કચરાના ટેમ્પોમાં ભરીને સુરત લઈ જવાઈ રહેલા વેન્ટિલેટર બાબતે જ્યારે, સંચાલકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલના કોઈપણ કર્મચારીએ આ મામલે કંઈ પણ બોલવા માટે તૈયાર ન હતા.

આ પણ વાંચો: વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા

જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા

કચરા ભરવાના ટેમ્પોમાં લાખોની કિંમતના વેન્ટિલેટર મશીન ખુલ્લામાં ભરીને લઇ જવાતા હતા. જે બાબતની ગંભીરતા જોતા સમગ્ર મામલો વલસાડ જિલ્લા કલેકટરને સામે આવ્યો હતો. વલસાડ જિલ્લા કલેક્ટરે આ સમગ્ર બાબતે તપાસ કરી રિપોર્ટ આપવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને સૂચન કર્યું છે. આમ, આ સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

Last Updated : Apr 7, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.