ETV Bharat / state

Cold wave in Nargol affects fishing : નારગોલના માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બનતાં ઉત્પાદન ઘટ્યું - વલસાડના માછીમારો માટે શિયાળુ સીઝન 2021

શિયાળાની ઋતુમાં દરિયામાં વહેતા ઠંડા પવનને કારણે તેમજ અન્ય જિલ્લાની માછીમારી બોટની રંજાડના કારણે મત્સ્ય ઉત્પાદન પર અસર પડી છે. માર્કેટની મંદી અને હવામાનનો ફટકો (Valsad fishermen Winter season 2021) પડતાં માછીમારો રોજગારને લઇ (Cold wave in Nargol affects fishing) ચિંતિત છે.

Cold wave in Nargol affects fishing : નારગોલના માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બનતાં ઉત્પાદન ઘટ્યું

author img

By

Published : Dec 29, 2021, 7:39 PM IST

નારગોલઃ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારામાં વલસાડ જિલ્લાનો 70 કિલોમીટરનો સાગરકાંઠો સ્થાનિક માછીમારો માટે રોજગારી પૂરો પાડતો ઉત્તમ સાગર કિનારો છે. જો કે હાલમાં શિયાળાની ઋતુમાં દરિયામાં વહેતા ઠંડા પવનને કારણે તેમજ અન્ય જિલ્લાના માછીમારી બોટની રંજાડ પ્રવૃત્તિને કારણે આ વિસ્તારના માછીમારો માટે કપરા દિવસો નિર્માણ થયાં છે. એક તરફ માછલીઓનું ઓછું ઉત્પાદન (Valsad fishermen Winter season 2021) અને સામે ડીઝલ-ખલાસીઓ મોંઘા થતા માછીમારો માટે ગુજરાન ચલાવવું (Cold wave in Nargol affects fishing) મુશ્કેલ બન્યું છે.

વલસાડની લગભગ 1500 બોટ

વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે ઉમરગામ, નારગોલ, મરોલી, ખતલવાડા ઉમરસાડી જેવા મત્સ્ય બંદર આવેલા છે. જિલ્લામાં અંદાજીત 1500 બોટ છે. 22000 જેટલા સક્રિય માછીમારો છે. જો કે કોરોના કાળ ને કારણે સ્થાનિક માછીમારોને માછલીઓનું સારા ભાવ સાથેનું માર્કેટ મળતું નથી. તેવા સમયે બદલતા હવામાનનો ફટકો મરણતોલ (Valsad fishermen Winter season 2021) સાબિત થઈ રહ્યો છે.

માર્કેટની મંદી અને હવામાનનો ફટકો માછીમારો પરેશાન છે

શિયાળામાં ડીઝલ-ખલાસીના પૈસા ચૂકવ્યા બાદ ખોટનો ધંધો

વલસાડ જિલ્લો 70 કિલોમીટરનો સાગર કિનારો ધરાવે છે. આ સાગર કિનારા પર જિલ્લાની 1500 જેટલી ફિશિંગ બોટ વન ડે ફિશિંગ માટે સમુદ્રમાં ફિશિંગ કરવા જાય છે. વલસાડ જિલ્લામાં વાર્ષિક 9 કરોડ કિલોગ્રામ માછલીઓનું ઉત્પાદન મેળવી સ્થાનિક બજાર અને દેશના અન્ય બજારમાં વેંચાણ કરવામાં આવે છે. જો કે છેલ્લા ત્રણેક વર્ષથી મચ્છી માર્કેટમાં મંદી (Valsad fishermen Winter season 2021) છે. એમાં પણ બદલાતા હવામાનને કારણે સ્થાનિક માછીમારો દરિયામાં ફિશિંગ (Cold wave in Nargol affects fishing) માટે જઇ શકતા નથી. જ્યારે દરિયામાં સાહસ ખેડીને જાય છે. તો જોઈએ તેટલો માછલીનો જથ્થો મળતો નથી. ડીઝલ-ખલાસીના પૈસા ચૂકવ્યા બાદ ખોટનો ધંધો સાબિત થાય છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાના ખેડૂત દ્વારા ખેતી ક્ષેત્રે નવું શાહસ, મત્સ્ય ઉદ્યોગ શરૂ કરી આત્મ નિર્ભર બન્યાં

અદ્યતન ફિશ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે

નારગોલ જેવા મત્સ્ય બંદર પર એક સમયે 100થી વધુ બોટ હતી. હાલ 63 જેટલી બોટ છે. અહીં કોરોનાકાળ દરમ્યાન માછલીઓ લાવ્યા બાદ તેનો યોગ્ય ભાવ અને માર્કેટ મળવું મુશ્કેલ બન્યું છે. એટલે નારગોલમાં અદ્યતન ફિશ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં બેસવાની વ્યવસ્થા, હવા ઉજાસની વ્યવસ્થામાં યોગ્ય માપદંડો જળવાયા નથી. એટલે મચ્છી વેચતી 50 થી વધુ બહેનોએ બહાર ખુલ્લામાં જ મચ્છીનું વેચાણ કરવું પડે છે અને અદ્યતન ફિશ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે.

અન્ય જિલ્લાના માછીમારો જાળ કાપી રંજાડે છે

હાલના બજાર ભાવ અંગે સ્થાનિક માછીમાર એસોસિએશન, બોટ એસોસિએશન, માછી સેલ મંડળના સભ્યોનું કહેવું છે કે, નારગોલ અને આસપાસના વિસ્તારના બોટ માલિકો ઝીંગા, પાપલેટ જેવી માછલીઓ સમુદ્રમાંથી લાવે છે. જેનો ભાવ માર્કેટમાં નફાકારક રહેતો નથી. એટલે દિવસો દિવસ ફિશિંગનું પ્રમાણ (Valsad fishermen Winter season 2021) પણ ઘટ્યું છે. હાલમાં દિવાળી બાદ માછીમારી માટે સારી સિઝન હોય છે. પરંતુ દરિયામાં શિયાળાના (Cold wave in Nargol affects fishing) ઠંડા પવન અને બદલાતા હવામાનમાં ફિશિંગ કરવું કપરું છે. એ ઉપરાંત અન્ય જિલ્લાના માછીમારો પોતાની અદ્યતન બોટ વડે તેમની જાળ કાપી નાખીને કે ક્યારેક ઘર્ષણ કરીને રંજાડે છે. જેની અસર તેમની રોજગારી પર અને ઉત્પાદન પર પડી રહી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં બંધ ગુજરાતી માછીમારો અંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ સરકાર પર કર્યા પ્રહાર

જિલ્લામાં 16 જેટલા મહત્વના મત્સ્ય બંદર આવેલા છે

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં 16 જેટલા મહત્વના મત્સ્ય બંદર આવેલા છે. જેમાં ઉમરગામ, નારગોલ, મરોલી, ખતલવાડા, ઉમરસાડી, દાંતી જેવા મહત્વના દરિયા કાંઠે વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. આ માછીમારો દરિયામાંથી બુમલા, ઝીંગા, પાપલેટ જેવી માછલીઓ લાવે છે. જેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાં કોરોના કાળ અને હાલમાં શિયાળાની (Cold wave in Nargol affects fishing) ઋતુમાં સુસવાટા મારતા પવન સાથે બદલાતું (Valsad fishermen Winter season 2021) હવામાન મરણતોલ ફટકા સમાન સાબિત થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.