ETV Bharat / state

વાપીમાં PHC ખાતે શબઘરમાં નગરપાલિકાએ આપેલું કોલ્ડસ્ટોરેજ ખરાબ થયુ, મૃતદેહને વલસાડ લઈ જવાની નોબત આવી - Cold storage of corpses is bad

વાપી શહેર અને ઔદ્યોગિક વસાહતમાં અનેક અજાણ્યા મૃતદેહોને સાચવવા માટે દોઢેક વર્ષ પહેલા વાપી નગરપાલિકાએ વાપીના ચલા PHC ખાતે શબઘરમાં 4 કોલ્ડસ્ટોરેજ આપ્યાં હતાં. જે બાદ તેના મેઇન્ટેન્સ બાબતે કોઈ ચોક્કસ નીતિ તૈયાર નહી કરતા હાલ 3 કોલ્ડ સ્ટોરેજ ખરાબ થઈ ગયા છે. જેને રીપેરીંગ માટે હોસ્પિટલ, નગરપાલિકા એકબીજા પર ખો આપતી હોવાથી હાલ અજાણ્યા મૃતદેહોને સાચવવા માટે વલસાડ લઈ જવાની નોબત આવી છે.

વાપીમાં PHC ખાતે શબઘરમાં નગરપાલિકાએ આપેલું કોલ્ડસ્ટોરેજ ખરાબ થયુ

author img

By

Published : Jul 9, 2021, 2:34 PM IST

  • દોઢ વર્ષ પહેલાં શરૂ કરાયેલું કોલ્ડસ્ટોરેજ ખરાબ થયુ
  • મૃતદેહોને સાચવવા વલસાડ શબઘરમાં લઈ જવા પડે છે
  • રોગી કલ્યાણ સમિતિ માત્ર નામની સમિતિ સાબિત થઈ

વલસાડઃ વાપીમાં ચલા PHC ખાતે આવેલા કોલ્ડ સ્ટોરેજ શબરૂમ ખરાબ થઈ જતા મૃતદેહોને સાચવવા માટે વલસાડ લઈ જવા પડી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં રેલવેમાં કપાયેલા 5 અને 2 ભીખારીના મૃતદેહોને સાચવવા સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા વલસાડ સુધી મૃતદેહોને લઈ જવા પડી રહ્યા છે. ત્યારે રોગી કલ્યાણ સમિતિના નગરપાલિકા પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય, પ્રાંત અધિકારી, હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની આ મામલે સદંતર ઉદાસીનતા છતી થઈ છે.

શબઘરમાં નગરપાલિકાએ આપેલું કોલ્ડસ્ટોરેજ ખરાબ થયુ

મૃતદેહને નિયમ મુજબ 3 દિવસ કોલ્ડ સ્ટોરેજ શબઘરમાં રાખવા ફરજીયાત

વલસાડ જિલ્લાનું વાપી ઔદ્યોગિક વસાહત ઉપરાંત સતત વિકસતું શહેર છે. તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આવક આપતું રેલવે સ્ટેશન પણ ત્યા છે. વાપીમાં અનેક વખતે રેલવેમાં કપાયેલા તેમજ અન્ય કુદરતી મોતને ભેટેલા અજાણ્યા મૃતદેહોને નિયમ મુજબ 3 દિવસ કોલ્ડ સ્ટોરેજ શબઘરમાં રાખવા ફરજીયાત હોય છે. આ મામલે ધારાસભ્ય કનું દેસાઈ અને નગરપાલિકા પ્રમુખે દોઢેક વર્ષ અગાઉ વાપીના ચલા ખાતે 4 કોલ્ડ સ્ટોરેજનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે, તે બાદ તેનો રખરખાવ કોણ કરશે તે અંગે યોગ્ય આયોજન ના કરતા હાલમાં 4 માંથી 3 કોલ્ડ સ્ટોરેજ બગડી ગયા છે. જેને કારણે મૃતદેહોને વલસાડ લઈ જવાની ફરજ પડી રહી છે.

સેવાભાવી સંસ્થા જવાબદારી ઉપાડવા તૈયાર

આ અંગે વાપીમાં બિનવારસી મૃતદેહોને લઈ જતી સેવાકીય સંસ્થા જમીયતે ઉલેમાએ ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 5 દિવસથી સતત અજાણ્યા મૃતદેહ આવી રહ્યા છે. જેમાં 5 રેલવેમાં કપાયેલા મૃતદેહો તેમજ 2 ભીખારીઓના મૃતદેહોને લઈને ચલા PHC શબઘરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવા આવ્યાં છીએ પરંતુ અહીં કોલ્ડ સ્ટોરેજ ખરાબ છે, એટલે મૃતદેહોને વલસાડ શબઘરમાં લઈ જવાની ફરજ પડી છે. જો અમને આ જવાબદારી સોંપશે તો અમે તે ઉપાડવા તૈયાર હોવાનું ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું.

રોગી કલ્યાણ સમિતિના સભ્યો જવાબદારીમાંથી છટકી ગયા

આ શબઘરનું કોલ્ડસ્ટોરેજ દોઢેક વર્ષ પહેલાં જ રોગી કલ્યાણ સમિતિના મુખ્ય સ્થાનિક ધારાસભ્ય કનું દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અરવિંદ શર્મા સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ઉભું કરવામાં આવ્યું હતું. હાલમાં તે બગડી જતા તે અંગે નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી જવાબદારી સુવિધા પૂરી પાડવાની હતી. તેનું મેઇન્ટેનન્સ અને અન્ય જવાબદારી અમારી નથી. આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. અનિલ પટેલ સાથે વાત કરતા આ જવાબદારી તેમના વિભાગમાં આવતી ના હોવાનું જણાવ્યું હતું. જ્યારે RMO ડૉ. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોલ્ડસ્ટોરેજ ના લોક ખરાબ થઈ ગયા છે. જે અંગે બ્લુ સ્ટાર કંપનીમાં જાણ કરતા તેમની વિઝીટ ફી જ 7500 રૂપિયા હોય અને તેનું કોઈ કોટેશન નહિ મળતા તે રકમ કોણ ચૂકવશે તે અવઢવ ઉભી થઇ છે. જ્યારે ધારાસભ્ય કનું દેસાઈનો કોન્ટેકટ કરતા તેમણે ફોન પર વાત કરવાની તસ્દી લીધી નહોતી.

મૃતદેહો કોહવાઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, ચલા ખાતેના PHC સેન્ટરમાં નગરપાલિકાએ કોલ્ડસ્ટોરેજ શબઘર ફાળવ્યું છે. પરંતુ તેના રખરખાવનો ખર્ચ કોણ ઉઠાવશે તે અંગે કોઈ ચોખવટ કરી નહોતી એટલે હવે દોઢ વર્ષે સ્ટોરેજ રૂમ બગડતા મૃતદેહોને વલસાડ લઈ જવા પડી રહ્યા છે. આ અંગે અનેક સંસ્થાઓ છે જે આ ખર્ચ હોંશેહોંશે ઉપાડી શકે તેમ છે. પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતા અને ઇગોઇઝમના કારણે એ શક્ય બન્યું નથી. હાલ આ મૃતદેહો કોહવાઈ રહ્યા છે. જેથી સેવાભાવી સંસ્થાના સભ્યો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.