ગ્રામ સેવા સભા ધરમપુર દ્વારા સંચાલિત ગુંદીયા ગામે આવેલી આશ્રમ શાળામાં રહી કરતો ધોરણ 4 માં અભ્યાસ કરતો પિયુષ ચંદુભાઈ કામળી તારીખ 22 ના રોજ રાત્રે આશ્રમ શાળામાં જમીન ઉપર સુતો હતો, તે દરમિયાન કોમન ક્રેટ (મણિયાર) સાપ ડંખ મારતા તેની તબિયત લથડી પડી હતી, જેને સર્પદંશ સારવાર માટે જાણીતા તબીબ ડો. ધીરુભાઈ પટેલના દવાખાને રાત્રે 2 વાગ્યે લાવવામાં આવ્યો હતો અને સારવાર ચાલી રહી છે. સર્પદંશ પારખીને ડોકટર દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તેની હાલત સ્થિર થઈ હોવાનું ડોકટર જણાવ્યું હતું
ધરમપુરના ગુંદીયા આશ્રમ શાળાના બાળકને સાપ કરડ્યો, હાલત ગંભીર - ગુંદીયા આશ્રમ શાળા
વલસાડઃ જિલ્લાના ધરમપુરના ગુંદીયા ગામે આવેલ આશ્રમ શાળાના 9 વર્ષીય બાળકને રાત્રે જમીન ઊંઘતા સાપ કરડી જતા ગંભીર હાલતમાં ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આજે ત્રણ દિવસ બાદ બાળકની હાલત સ્થિર થઈ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

ગ્રામ સેવા સભા ધરમપુર દ્વારા સંચાલિત ગુંદીયા ગામે આવેલી આશ્રમ શાળામાં રહી કરતો ધોરણ 4 માં અભ્યાસ કરતો પિયુષ ચંદુભાઈ કામળી તારીખ 22 ના રોજ રાત્રે આશ્રમ શાળામાં જમીન ઉપર સુતો હતો, તે દરમિયાન કોમન ક્રેટ (મણિયાર) સાપ ડંખ મારતા તેની તબિયત લથડી પડી હતી, જેને સર્પદંશ સારવાર માટે જાણીતા તબીબ ડો. ધીરુભાઈ પટેલના દવાખાને રાત્રે 2 વાગ્યે લાવવામાં આવ્યો હતો અને સારવાર ચાલી રહી છે. સર્પદંશ પારખીને ડોકટર દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તેની હાલત સ્થિર થઈ હોવાનું ડોકટર જણાવ્યું હતું
ડોકટર ધીરુભાઈ ના જણાવ્યા મુજબ બાળક જ્યારે રાત્રે લાવવામાં આવ્યું ત્યારે તે પોતાની ચેતના ખોઈ બેઠું હતું હાથપગ કાઈ પણ હલાવી શકતું ન હતું વેન્ટીલેયર પર તેને રાખ્યા બાદ સારવાર શરૂ કરતાં હાલ 5 દિવસ બાદ તેની હાલત સ્થિર છે અને આંખ ખોલી હાથપગ હલાવી રહ્યો છે મણિયાર સાપનો દંશ એવો હોય છે કે એક સામાન્ય મચ્છર કરડી ગયું હોય એવું લાગે છે વળી તે રાત્રે 12 થી 4 વચ્ચે જમીન ઉપર ઊંઘતા લોકોને જ પોતાનો શિકાર બનાવતો હોય છે અને ગણતરી ના કલાક માં સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ નિશ્ચિત હોય છે
Conclusion:નોંધનીય છે કે એપ્રિલ માસ થી અત્યાર સુધીમાં ધરમપુરની આસપાસ માં કુલ 250 કેસો ઝેરી સર્પદંશ ના નોંધાયા છે જ્યારે બિનઝેરી 453 જેટલા નોંધાયા છે સૌથી વધુ સ્નેક બાઈટ ના કેશો 137 રસલ વાઈપર(કામળિય), 51 કેસ સસ્કેલ વાઈપર (ફોડચી), 44 કેશો કોમન ક્રેટ (મણિયાર),26 કેશો કોબ્રા ના નોંધાયા છે
બાઈટ- 1 ડો.ધીરુભાઈ પટેલ સાઈનાથ હોસ્પિટલ