ETV Bharat / state

Bullet Train Project: વાપીમાં રેલવે પ્રધાને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી નિહાળી અધિકારીઓ સાથે સમીક્ષા કરી - Union Railway Minister Darshana Zardosh

રેલવે પ્રધાન દર્શના જરદોશ ગુરુવારે વાપી આવ્યા હતાં. રેલવે પ્રધાને વલસાડ જિલ્લાના વાપીમાં (Vapi Bullet Train Project )બની રહેલ બુલેટ ટ્રેનના સ્ટેશનની અને (Bullet Train Project )દમણગંગા નદીના પટમાં ઉભા કરવામાં આવેલા પિલરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

Bullet Train Project: વાપીમાં રેલવે પ્રધાને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી નિહાળી અધિકારીઓ સાથે સમીક્ષા કરી

author img

By

Published : Feb 18, 2022, 6:33 PM IST

વલસાડઃ મુંબઈ અમદાવાદ વચ્ચે બની રહેલા બુલેટ ટ્રેનની (Mumbai-Ahmedabad Bullet Train Project)કામગીરીનું યુનિયન સ્ટેટ મિનિસ્ટર ઓફ રેલવેના દર્શના જરદોશે નિરીક્ષણ કર્યું હતું. રેલવે મિનિસ્ટરે વાપી સહિત 4 સ્થળોએ કામગીરીનું નિરીક્ષણ કરી હાલ કામગીરી ઝડપથી ચાલી રહી હોવાનો સંતોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ મહત્વના પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધીમાં 20 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે 500 પિલર ઉભા થઈ ગયા છે.

બુલેટ ટ્રેન પ્રોજેકટ

વાપી બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી નિહાળી

ગુરુવારે રેલવે પ્રધાન દર્શના જરદોશે (Union Railway Minister Darshana Zardosh)વાપીમાં બની રહેલ બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યાં હતા. વાપીમાં દર્શના જરદોશે ડુંગરા વિસ્તારમાં બની રહેલ બુલેટ ટ્રેનના સ્ટેશનની અને દમણગંગા નદીમાં (Damanganga river)ઉભા કરવામાં આવેલ 4 પિલરની કામગીરીનું નિરીક્ષણ Vapi Bullet Train Project )કર્યું હતું. રેલવે પ્રધાને તેમની આ મુલાકત દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેકટ (Bullet Train Project ) અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં કરેલા સંકલ્પમાં મોદી સરકારનો આ મહત્વનો પ્રોજેકટ છે. 2021માં તેની કામગીરીની શરૂઆત થયા બાદ સપ્ટેમ્બરમાં પ્રથમ પિલર ઉભો કરવામાં આવ્યો હતો. જ્યારે હાલની સ્થિતિ મુજબ કુલ 500 જેટલા પિલર ઉભા થઈ ચુક્યા છે.

20 કિલોમીટરની કામગીરી પૂર્ણ

હાલમાં એન્જીનીયરીંગ વર્ક, સિવિલ વર્કની કામગીરી ઝડપથી ચાલી રહી છે. 4 સ્થળોએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે. અત્યાર સુધીમાં 20 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. બુલેટ ટ્રેનની ટેકનોલોજી જાપાનની છે. પરંતુ તેમાં વપરાતી તમામ મશીનરી ભારતમાં બની છે. આ પ્રોજેકટ થકી દેશના અલગ અલગ રાજ્યના 1 લાખ લોકોને રોજગારી મળી રહી છે.

આ પણ વાંચોઃ વાપીમાં બુલેટ ટ્રેનનો પ્રથમ પિલ્લર તૈયાર, તેજ ગતિએ ચાલી રહ્યું છે કામ

રોજના 9 કિલોમીટરની ગતિથી કામગીરી

બુલેટ સ્ટેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી હોવાનું જણાવતા દર્શના જરદોશે વધુમાં જણાવ્યું હતું કે દરેક સ્ટેશન પણ જે તે શહેરની ખાસિયત મુજબના તૈયાર કરશે. સુરત ડાયમંડ સીટી છે તો તેનું સ્ટેશન ડાયમંડ આકારમાં બનશે. વાપીનું સ્ટેશન દમણગંગા નદીના પાણીના પ્રવાહ જેવું બનશે. શરૂઆતમાં કામગીરી રોજના 4 થી 5 કિલોમીટર પ્રમાણે ચાલતી હતી. આ મહિને તે રોજના 9 કિલોમીટર મુજબ ચાલે છે. આગામી મહિને રોજના 10 કિલોમીટર મુજબ ચાલશે. દરેક સ્ટેશનની ડિઝાઇન નક્કી થઈ ગઈ છે. તેના વર્ક ઓર્ડર પણ અપાઈ ચુક્યા છે.

દમણગંગા નદીના પટમાં 4 પિલર તૈયાર

બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે એકવાયર કરેલ જમીનમાં પણ 99 ટકા જમીન એકવાયર થઈ ચૂકી છે. વળતર પણ ચૂકવાઈ ગયુ છે. મહારાષ્ટ્રમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં આવતા હર્ડલનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. ટ્રેન પ્રોજેકટ અંતર્ગત બારડોલી-બીલીમોરા વચ્ચે પ્રથમ ટ્રાયલ લેવામાં આવશે. અનેક અડચણો આ પ્રોજેકટમાં છે. વાપીમાં દમણગંગા નદીના પાણીના પ્રવાહમાં 7 પિલર ઉભા કરવાના છે. જેમાં પણ 4 પિલર ઉભા કરી દેવામાં આવ્યા છે. જો કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અવરોધ અંગે, અંરગ્રાઉન્ડ કામગીરી અંગે વાપી સહિતના સ્ટેશને કેવી સુવિધાઓ હશે? કેટલા કરોડમાં બનશે? તે વિગતો આવનારા દિવસોમાં સંપૂર્ણ વિગત સાથે આપવાનું આશ્વાસન આપી રેલવે પ્રધાન વાપી રેલવે સ્ટેશનથી મુંબઈ તરફની ટ્રેનમાં મુંબઈ જવા માટે રવાના થયા હતાં.

વાપી પાલિકા પ્રમખે રેલવે પ્રધાને સમક્ષ કરી રજુઆત

ઉલ્લેખનીય છે કે રેલવે પ્રધાનની વાપીની મુલાકાત દરમ્યાન વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વાપી રેલવે સ્ટેશને તેમની મુલાકાત લઈ વાપી પાલિકા વિસ્તારમાં રેલવે ટ્રેકની નીચે બની રહેલ અન્ડર પાસ, ઓવરબ્રિજની કામગીરીમાં રેલવે વિભાગ જરૂરી સહયોગ કરે, રેલવેની વધારાની જમીન વિકાસના કામમાં આપે તેવી રજુઆત કરી હતી.
આ પણ વાંચોઃ Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, કેન્દ્રીય રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.