ETV Bharat / state

વલસાડમાં વિપક્ષ સભ્યનું ઉપવાસ આંદોલન જિલ્લા પંચાયતને પડ્યું ભારે - સોશિયલ મીડિયા

વલસાડઃ જિલ્લાના પીઠા ગામે આવેલ પીઠા અને સારંગપુર ગામને જોડતો ઔરંગા નદી પરનો બ્રિજ વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિક પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાને અનેક રજુઆત બાદ પણ તંત્રની આંખ ન ઉઘડતા જિલ્લા પંચાયતના કોંગ્રસના સભ્ય અને તમામ કોંગ્રેસ આગેવાનો સાથે બ્રિજ ઉપર ઉપવાસ ઉપર ઉતરતા વર્ષોથી જે કામ થતું નોહતું તે કામ માત્ર કોન્ટ્રાકટર દ્વારા એક કલાકમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું.

Bridge work has begun
author img

By

Published : Oct 16, 2019, 9:39 PM IST

રોડ રસ્તાની ખસ્તા હાલતને લઈને અનેક મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતાની સાથે જ કામની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ, ગુજરાતના અન્ય વિસ્તારમાં રજૂઆત છતાય કામ શરુ નહિ કરતા સ્થાનિક સભ્ય દ્વારા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે છે.

વલસાડ જિલ્લાના સારંગપુર અને પીઠા ગામને જોડતો ઔરંગા નદી પર બનેલો લો લેવલ બ્રિજ વરસાદમાં ધોવાઈ ગયો હતો જે અંગે જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી બેન પટેલ દ્વારા અનેક વાર રજૂઆત છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું ન હતું. જેને લઈને બુધવારના રોજ તેમના દ્વારા આ બ્રિજ પર ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી. આ બ્રિજ 30થી 35 જેટલા ગામોને જોડે છે. આ બ્રિજ બિસમાર બનતા સ્થાનિકોને 10થી 15 કિમિનો ચકરાવો પડે છે જેને લઈને સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

વલસાડમાં વિપક્ષ સભ્યનું ઉપવાસ આંદોલન જિલ્લા પંચાયતને પડ્યું ભારે

અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી હાથના ધરાવામાં આવી ન હતી. જેથી કંટાળીને ઉપવાસ પર તમામ કોંગેસના સભ્ય અને સ્થાનિકો સાથે રહીને બ્રિજ પર ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું.

આ આંદોલનની ખબર ગણતરીની મિનિટોમાં પ્રસરતા જિલ્લા પંચાયત દ્વારા એક કોન્ટ્રાકટરને સ્થળ પર મોકલી કામ શરુ કરાવી દેવામાં આવ્યું હતું. જયારે મીડિયા દ્વારા પ્રશ્ર પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કામ તો શરુ કરવાનું હતું, પરંતુ વરસાદના કારણે તેઓ દ્વારા આ કામગીરી શરુ કરવામાં આવી નહોતી. તેમ જણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

Intro:વલસાડ જિલ્લાના પીઠા ગામે આવેલ પીઠા અને સારંગપુર ગામને જોડતો ઔરંગા નદી પર નો બ્રિજ વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિક પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આ સમસ્યા ને અનેક રજુઆત બાદ પણ તંત્રની આંખ નહિ ઉઘડતા આજે જિલ્લા પંચાયતના કોંગ્રસના સભ્ય અને તમામ કોંગ્રેસ આગેવાનો સાથે બ્રિજ ઉપર ઉપવાસ ઉપર ઉતરતા વર્ષો થી જે કામ થતું નોહતું તે કામ માત્ર કોન્ટ્રાકટર દ્વારા એક કલાક માં શરૂ કરી દેવામાં આવ્યું હતું Body:રોડ રસ્તાની ખસ્તા હાલતને લઈને અનેક મંત્રીઓ દ્વારા સોસીયલ મીડિયા ના માધ્યમ થી રજૂઆત કરતા ની સાથે જ કામની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારમાં રજૂઆત છતાંય કામ શરુ નહિ કરતા સ્થાનિક સભ્ય દ્વારા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે છે વલસાડ જિલ્લાના પ કે જ્યાં સારંગપુર અને પીઠા ગામ ને જોડતો ઔરંગા નદી પર બનેલો લો લેવલ બ્રિજ વરસાદમાં ધોવાઈ ગયો હતો જે અંગે જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી બેન પટેલ દ્વારા અનેક વાર રજૂઆત છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું ન હતું જેને લઈને આજરોજ તેમના દ્વારા આ બ્રિજ પર ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી આ બ્રિજ 30 થી 35 જેટલા ગામો ને જોડે છે આ બ્રિજ બિસમાર બનતા સ્થાનિકો ને 10 થી 15 કિમિ નો ચકરાવો પડે છે જેને લઈને સ્થાનિકો હાલાકી નો સામનો કરી રહ્યા છે
અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી હાથના ધરાઈ જેથી કંટાળી ને આજે ઉપવાસ પર તમામ કૉંગેસના સભ્ય અને સ્થાનિકો સાથે રહી ને બ્રિજ પર ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું Conclusion:પરંતુ આ આંદોલન ની ની ખબર ગણતરી ની મિનિટો માં પ્રસરતા જિલ્લા પંચાયત દ્વારા એક કોન્ટ્રાકટર ને સ્થળ પર મોકલી કામ શરુ કરાવી દેવામાં આવ્યું જયારે મીડિયા દ્વારાપ્રશ્ર્ન પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવા માં આવ્યું હતું કે કામ તો શરુ કરવાનું હતું પરંતુ વરસાદના કારણે તેઓ દ્વારા આકામગીરી શરુ કરવામાં આવી ના હતી નું જણાવી પોતાની બેદરકારી અને જવાબદારી માંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો

બાઈટ 1 જયશ્રી બેન (જિલ્લા પંચાયત સભ્ય વિપક્ષ)

બાઈટ 2 :-મહેશ ભાઈ પટેલ(સ્થાનિક પીઠા ગામ)

બાઈટ 3 :-વિક્રમ ભાઈ (કોન્ટ્રાક્ટર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.