વલસાડ: કપરાડા તાલુકાના ફળી ગામે ગ્રામ પંચાયત હોલમાં સંવેદના એક પહેલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને નિવૃત પ્રોફેસર ટી. સી. ભુસારા, તેમજ ફળી ગામના સરપંચ ગંગારામભાઈ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા નિવૃત પ્રોફેસર ટી. સી. ભુસારાએ રક્તદાનના મહત્વ વિશે વાત કરી હતી.
કાર્યક્રમનું આયોજન કરનાર કલ્પેશ ચોધરીએ જણાવ્યું કે, રક્તદાનએ કોઈ રાજકીય કાર્યક્રમ નથી પરંતુ સમાજ ઉપયોગી અને સમાજના હિતનો કાર્યક્રમ છે. છતા કેટલાક લોકોને આવા કાર્યક્રમોથી પણ આગવડ ઉભી થતી હોય છે, પરંતુ સેવાકીય કામગીરી કરનારાને માત્ર સેવા કરવી હોય છે. તેઓ કોઈ પક્ષ કે રાજકારણમાં હોતા નથી. આ કાર્યક્રમ દરમિયાન 9 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.