વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે પૈકી પારડી નગરમાં સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ કોરોના વોરિયર્સનું સન્માન તેમજ શુક્રવારે ધીરુભાઈ સત્સંગ હોલમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
યુવાનોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં એક તરફ દરેક કામકાજ મૂકીને દેશસેવા તરફ જોડાયા છે ત્યારે તેઓના માર્ગદર્શનમાં તેઓની કેડીએ ચાલતા કાર્યકર્તાઓ પણ સેવાકીય કામગીરી કરવા માટે તત્પર બન્યા છે અને આજે રક્તદાન કરીને અન્યનો જીવ બચાવવાની અનોખી સેવા કરી તેમણે ગર્વ અનુભવ્યો હતો.