- વલવાડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન
- 500 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર
- રક્તની ઘટ પુરવા આયોજન
વાપી : વલસાડ જિલ્લામાં કાર્યરત હ્યુમનરાઇટ્સ એસોસિએશન દ્વારા રવિવારે વલવાડા ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં 500 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર સેવ્યો હતો. વલસાડ જિલ્લાના વલવાડા ગામ ખાતે ભારતીય માનવાધિકાર એસોસિએશનના ડિસ્ટ્રીકટ પ્રેસિડેન્ટ્સ ધર્મેશ ચૌહાણના નેતૃત્વમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત હ્યુમન રાઇટ્સ એસોસિએશન ગુજરાતના અધ્યક્ષ વિનોદ સિંઘે વધુમાં વધુ રક્તનું દાન કરવા રક્તદાતાઓને આહવાન કર્યું હતું.
કોવિડ કાળમાં રક્તની ઘટ વર્તાઈ
હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા હાલમાં ચાલી રહેલ કોવિડ કાળમાં રક્તની ઘટ વર્તાઈ રહી હોવાનું ધ્યાને આવ્યા બાદ વિવિધ સ્થળો પર રક્તદાન શિબિરનું આયોજન કરી રક્તની ઘટ નિવારવાનો ઉદેશ્ય સેવ્યો છે. ત્યારે આ રક્તદાન મહાદાનના અવસરે નાગરિકો, રક્તદાતાઓ પણ સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરી હતી.
રક્તદાતાઓનું સન્માન કર્યું
રવિવારે વલવાડા ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં ભારતીય માનવાધિકાર એસોસિએશન દ્વારા 500 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર સેવ્યો હતો. શિબિરમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણ પાટકર, વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં રક્તદાતાઓના ઉત્સાહને વધાવી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.