- એક્શન રિસોર્ટમાં બે દિવસીય રક્તદન શિબિરનું આયોજન
- પ્રથમ દિવસે 1300 યુનિટ રક્ત માટેનું રજીસ્ટેશન નોંધાઈ ગયું
- ભાજપના અનેક કાર્યકરો એ રક્તદાન કર્યું
વલસાડઃ જિલ્લાના બિનવાડા ખાતે આવેલી એક્શન રિસોર્ટમાં બે દિવસીય રક્તદન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા રક્તદાન શિબિરમાં પ્રથમ દિવસે જ 1300 યુનિટ રક્ત માટેનું રજીસ્ટેશન નોંધાઈ ગયું હતું. જેમાં ભાજપના અનેક કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.
રક્ત તુલા સી.આર.પાટીલ માટે આયોજિત કરાઈ
બે દિવસીય આયોજિત રક્તદાન શિબિર દરમિયાન રક્તતુલાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના વજન જેટલું જ રક્ત એક્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જે રક્ત સી. આર. પાટીલના વજન જેટલું જ થયું હતું.
રક્તદાન કરનાર તમામ રક્તદાતાને તેમની સુરક્ષા માટે હેલ્મેટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેના થકી વલસાડના વાહન ચાલકો આર. ટી. ઓના નિયમનું પાલન તો કરે સાથે તેમના સ્વંયની સુરક્ષા પણ બની રહે એવા ઉમદા હેતુથી દરેક રક્તદાન કરનારને હેલ્મેટ ભેટ અપાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વલસાડ જિલ્લાના 6 તાલુકાના ધારાસભ્યો, વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ તેમજ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે હાજરી આપી હતી. તેમણે શ્રી સાંઈનાથ મંડળ બિનવાડાના દરેક સભ્યો અને આયોજકોનો આભાર માન્યો હતો. તેમને કોરોના કાળમાં જરૂરિયાત મંદોને રક્ત મળી રહે એ માટે લોકસેવા માટે કરવામાં આવેલી આ કામગીરીને બિરદાવી હતી.