ETV Bharat / state

વાપીની કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત

વલસાડ: જિલ્લાના વાપીમાં સેકન્ડ ફેઝમાં આવેલ જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં નાઈટ્રેશન રીએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત અને પાંચ કામદારો ઘાયલ થતા ધૂળેટીનું પર્વ માતમમાં ફેરવાયું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 22, 2019, 12:18 AM IST

વાપી GIDCમાં સેકન્ડ ફેઝ વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રાની જય કેમિકલ નામની કંપનીમાં ગત રાત્રે નાઈટ્રેશન રીએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક કામદારનું ઘટના સ્થળે જ અને એક કામદારનું સારવાર દરમ્યાન મોત થયુંછે. એકની ગંભીર હાલત સાથે પાંચ ઘાયલ કામદારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જય કેમિકલમાં બ્લાસ્ટ થતા બેના મોત

ઘટનામાં મુકેશ મંડલ અને મુન્ટુ યાદવ નામના બે કામદારનું મૃત્યુ થતાપરિવારજનોમાં આક્રંદનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મૃતક મુકેશ મંડલના સાળા મંકેશ્વર પ્રસાદે વિગતો આપી હતી કે, રાત્રે 10:45 વાગ્યે આ ઘટના ઘટી હોવા છતાં હજુ સુધી સંચાલકો તરફથી કોઈ જ વળતર અંગેનો દિલાસો આપવામાં આવ્યો નથી. મૃતક મુકેશ મૂળ બિહારનો હતો અને 15 વર્ષથી આ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજતા તેમના બે બાળકો અને પત્નિનોંધારા બન્યા છે. સમગ્ર ઘટના અંગે વાપી GIDC પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટનામાં બે કામદારોના મોત અને પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે કંપનીના માલિક અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે કંપનીમાં 10:45 વાગ્યા આસપાસ નાઈટ્રેશન રીએક્ટરમાં આકસ્મિક કે માનવીય ભૂલ-બેદરકારીના કારણે વાલ્વ ટ્યુબીનમાં નાઇટ્રેટ એસિડ ફ્લેશ થતા ઓટોમેટિક પેનલમાં ધડાકો થયેલો અને નાઈટ્રીક ગેસ લીકેજ થયો હતો. સાથે એક ધડાકો પણ થયો હોય તેમાં એક કામદારનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયુંછે. ચાર જેટલા કામદાર ઘાયલ છે. પોતે એસોશિએસન સાથે સંકળાયેલા હોવાથીકામદારોને કંપની પોલીસી મુજબ જેટલું પણ વળતર ચુકવવાની જોગવાઈ છે, તે મુજબ વળતર ચૂકવશું અને તે માટે હાલ તેમના પરિવારજનો સાથે વાતચીત ચાલતી હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વાપી GIDCમાં અવારનવાર કેમિકલ કંપનીમાં આ પ્રકારની ગોઝારી ઘટના બનતી હોવા છતાં પણ મોટાભાગે કંપની સંચાલકો દ્વારા સેફટીના મામલે તદ્દન બેદરકારી દાખવવામાં આવતી હોય છે.

Intro:વાપીની કેમિકલ કંપનીની સ્ટોરી છે.

Body:ફાઇલ ftp માં ઉતરતી નથી એટલે

Conclusion:મોજો કિટથી વિડિઓ ઉતર્યા છે સ્ક્રિપ્ટ મેઈલ કરી છે.... meroo.gadhvi@etvbharat.com
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.