ETV Bharat / state

ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી

વાપી નગરપાલિકાની ચૂંટણી (Vapi municipality election)માં પ્રચાર માટે આવેલા આપ નેતા ઇસુદાન ગઢવી (Isudan gadhvi)એ પત્રકાર પરિષદ બોલાવી ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. ઇસુદાન ગઢવીએ આપના કાર્યકર પર થયેલ હુમલામાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ભાજપ મતદાનના આગલા દિવસે મતદારોને દારૂ અને રૂપિયાની લાલચ આપે છે. ગુજરાતમાં દારૂ એ દુષણ છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ (Gujarat drugs case)માં ભાજપના નેતાઓની સંડોવણી છે. ઇસુદાને વધુમાં સ્થાનિક ધારાસભ્ય અને નાણાપ્રધાન કનું દેસાઈ પર પણ પ્રહારો કરી નાણાપ્રધાન પદ માટે આપ કાર્યકરોનો આભાર માનવો જોઈએ તેવું જણાવ્યું હતું.

ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી
ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી
author img

By

Published : Nov 25, 2021, 8:12 PM IST

  • ગુજરાતમાં દારૂ એ દુષણ છે: ઇસુદાન
  • દારૂ-ડ્રગ્સમાં ભાજપના નેતાઓની સંડોવણી
  • મતદાન પહેલા ભાજપ દારૂ અને રૂપિયાની વહેંચણી કરે છે

વાપી: વાપીમાં ચૂંટણી સમયે મતદારોને ભાજપ દારૂ અને રૂપિયા આપે તો લઈ લેજો પરંતુ મત આપ પાર્ટીને આપજો તેવું આપ (Aap) નેતા ઇસુદાન ગઢવીએ વાપીમાં યોજેલ પત્રકાર પરિષદ (Isudan gadhvi press conference)માં જણાવ્યું હતું. ઇસુદાન ગઢવીએ ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી આપ પાર્ટીથી ભાજપ કોંગ્રેસ ડરી ગઈ છે, એટલે અમારા ઉમેદવારો ઉપર હુમલા કરાવી રહ્યા છે અમારું લક્ષ્ય 182 વિધાનસભા જીતવાનું છે લોકોની સરકાર લાવવાનું છે.

ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી

વાપીમાં આગામી ૨૮મી નવેમ્બરે નગરપાલિકાનું મતદાન

વલસાડ જિલ્લાના વાપીમાં આગામી ૨૮મી નવેમ્બરે નગરપાલિકાનું મતદાન (Vapi municipality election) છે. આ મતદાનમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ઈસુદાન ગઢવીએ વોર્ડ નંબર 9માં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જે દરમિયાન તેમણે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વાપીમાં ભાજપને ભારે મતોથી વિજય અપાવ્યા બાદ પણ ગંદકી અને વિકાસના નામે દીકરો જન્મ્યો ના હોય તેવી સ્થિતિ છે.

કાર્યકર પર હુમલો કરનાર ભાજપ પ્રેરિત ગુંડા

સ્થાનિક મતદારોએ તેમની સામે રજૂઆત કરી હતી કે, ભાજપના ઉમેદવારો મતદાનના આગલા દિવસે દારૂ, ચવાણું અને રૂપિયા વહેંચવાની વાત કરે છે. મેં કહ્યું છે કે, ભાજપવાળા દારૂ, ચવાણું, રૂપિયા આપે તો લઈ લેજો પરંતુ મત ઝાડૂને આપજો. પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ આક્ષેપો કર્યા હતા કે ભાજપ આપ પાર્ટીથી ડરી ગઈ છે. એટલે અમારા કાર્યકરો પર તે હુમલા કરાવે છે. વિસાવદરમાં અને ગાંધીનગરમાં પણ ભાજપ પ્રેરિત ગુંડાઓએ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખુદ તેમના ઉપર હુમલા કર્યા હતા.

ચૂંટણી હાર્યા બાદ પણ મત આપનાર મતદારોનો આભાર માન્યો

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તેમણે તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા નથી. તે અંગે જણાવ્યું હતું કે, હજુ તેમનું સંગઠન બન્યુ નથી. આગામી ત્રણેક મહિનામાં તેમનું સંગઠન બનશે અને 182 વિધાનસભા જીતવાનો તેમનો ટાર્ગેટ છે. લોકોની સરકાર બનાવવી એ આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે. અમારા ઉમેદવારો ગાંધીનગરની ચૂંટણીમાં હાર્યા બાદ પણ તેમને જે મત મળ્યા છે તે માટે પણ મતદારોનો આભાર માનવા ગયા હતા જે ઇતિહાસમાં પણ પ્રથમ ઘટના છે.

આમ આદમી પાર્ટીને લાવવી પડશે તો જ મોંઘવારી ઘટશે

ઇસુદાને દારૂ અંગે જણાવ્યું હતું કે, વાપી સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનો કોઈ અમલ નથી માંગો ત્યાં ગમે ત્યારે દારૂ મળી રહ્યો છે. હાલમાં જ ગુજરાતમાંથી જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ (Gujarat drugs case) સપ્લાય થયું છે, તેમાં અને ગુજરાતમાં ચાલતા દારૂના ધંધાઓમાં ભાજપના નેતાઓની સંડોવણી છે. ભાજપની સરકાર જો ફરી આવશે તો ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારશે જો તેને ઘટાડવા હોય તો મતદારોએ આમ આદમી પાર્ટીને લાવવી પડશે તો જ મોંઘવારી ઘટશે.

દેશના દિલ્હી સહિતના રાજ્યમાં દારૂની છૂટ છે

જો કે ઇસુદાને દિલ્હીમા દારૂની છૂટ છે. તો ગુજરાતમાં દારૂ અંગે દારૂબંધી હોવી જોઈએ કે નહીં તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યો છે જ્યાં દારૂ વેચાય છે તે માટે છૂટ છે, ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતમાં દારૂ એ દૂષણ છે.

આ પણ વાંચો: વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ થઈ જાહેર

આ પણ વાંચો: Vapi Municipality Election 2021: જે કામ કરશે તે જ ઉમેદવારોને મત આપીશું, મતદારોનું સ્પષ્ટ વલણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.