ETV Bharat / state

Bhilad Crime: ટેમ્પોમાંથી 39.59 લાખના કોપરની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ - Bhilad Crime Copper issue

ભીલાડ પોલીસને એક મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે 39.59 લાખના કોપરની ચોરી કરનારા ભેજાબાજને પકડી પાડ્યા છે. હવે એમની સામે કાયદેસરના પગલાં લેવાના શરૂ કરવામાં આવ્યા છે.

Bhilad Crime: ટેમ્પોમાંથી 39.59 લાખના કોપરની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ

author img

By

Published : Mar 26, 2023, 5:09 PM IST

Updated : Mar 26, 2023, 9:02 PM IST

Bhilad Crime: ટેમ્પોમાંથી 39.59 લાખના કોપરની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ

ભીલાડઃ ભીલાડ સેલ ટેક્ષના કંપાઉન્ડમાથી 37,59,525 રૂપિયાના કોપરની ચોરીનો ભેદ વલસાડ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સંડોવાયેલ બોઇસરના સાગરીતને ઝડપી પાડી SOGની ટીમે ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મેળવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે GST મોબાઇલ સ્કોડ દ્વારા એક આઇસર ટેમ્પોને અટકાવી કબ્જે લીધો હતો.

આ પણ વાંચોઃ Patan News : બાલીસણામાં કારની અડફેટે બાઈક ચાલકનું મોત, સીસીટીવીમાં જોવા મળ્યાં દ્રશ્ય

કોપરનો સ્ક્રેપઃ જે ટેમ્પોમાં 42,83,580 રૂપિયાનો 6580 કિલો કોપર સ્ક્રેપ હતો. જેમાંથી 5775 કિલો અંદાજિત 37,59,525ની કિંમતનું કોપર ચોરાઈ ગયું હતુ. જે અંગે GSTના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં SOG ની ટીમે 2 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 37,59,525 રૂપિયાની કિંમતનું 5775 કિલોગ્રામ કોપર સ્ક્રેપની ચોરી કરી છે.

પોલીસ ફરિયાદ થઈ હતીઃ ગત 3જી ફેબ્રુઆરી 2023ના ભિલાડ GST મોબાઈલ સ્કોડના રાજ્ય વેરા અધિકારી હરદેવસિંહ રાણાએ ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ દ્વારા ભીલાડ GST કંપાઉન્ડના પાર્કીંગમા ડીટેઇન રાખેલ આઇસર ટેમ્પો નં. GJ04-AT-8198 ના કેરેજ બોડીમાં રાખવામાં આવેલ 42,83,580 રૂપિયાની કિંમતના 6580 કોલોગ્રામ કોપર સ્ક્રેપમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે તાડપત્રી હટાવી 6 મહિનાના સમયગાળામાં ટુકડે ટુકડે 37,59,525 રૂપિયાની કિંમતનું 5775 કિલોગ્રામ કોપર સ્ક્રેપની ચોરી કરી છે.

આ પણ વાંચોઃ Surat Crime: હનીટ્રેપનો શિકાર વિદ્યાર્થીએ એટલે કર્યો આપઘાત, પરિવારને થઇ જાણ

બે શખ્સોની ધરપકડઃ આ ફરિયાદ અંગે વલસાડ SOG એ 2 આરોપીની ધરપકડ કરી છે. જે અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, કોપરની ચોરી કરનાર આરોપીઓને ઝડપી લેવા LCB-SOG ની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમી આધારે પોલીસની એક ટીમને મહારાષ્ટ્ર રાજ્યના બોઇસર નાલાસોપારા વિસ્તારમાં મોકલી હતી. જ્યાં આ ગુનાના શકમંદ આરોપીઓ સોનુ રામકૃપાલ પ્રસાદ અને ચંદુ રામમીલન ગૌતમની ઝીણવટભરી પુછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત કરી છે.

કોણ છે આઃ પકડાયેલ આરોપીઓમાં સોનુ રામક્રિપાલ પ્રસાદ નાલાસોપારા, દહાણું તળાવની સામે આવેલ મહાલક્ષ્મી બિલ્ડીંગમાં રહે છે. તે મૂળ ગામ ધરાવલ, ગોરખપુર ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. જ્યારે ચંદુ રામમીલન ગૌતમ બોઇસર, અવધનગર, પાલઘર મહારાષ્ટ્ર માં રહે છે. તે મૂળ બિસકોહર, સિધ્ધાર્થનગર ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. જેઓની ધરપકડ કરી ગુન્હો ડીટેકટ કર્યો છે.

પાંચ ગુનામાં આરોપીઃ આરોપી સોનુ રામક્રિપાલ પ્રસાદ સામે બોઇસર MIDC પોલીસ સ્ટેશનમાં 2010થી અત્યાર સુધીમાં 5 ગુન્હા રજીસ્ટર છે. એક ગુન્હો દહાણુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. તે રીઢો ગુનેગાર છે. જેને ઝડપી ભીલાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દોઢ મહીના પહેલા કોપર ચોરીના માતબર કિંમતના મુદ્દામાલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં એસ.ઓ.જી વલસાડની ટીમને મહત્વની સફળતા મળી છે.

Last Updated : Mar 26, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.