ETV Bharat / state

ગણેશ ચતુર્થીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર પ્રતિબંધ લાદવા પર્યાવરણ પ્રેમીની માંગ - Vapi

વલસાડ: ગણેશ ચતુર્થી આવી રહી છે, ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હજારો મુર્તિઓનું વેંચાણ થાય છે. જેને કારણે દરિયાકિનારે તથા દરિયાઈ જીવોને ભારે માત્રામાં નુકશાન થાય છે અને પ્રદુષણ પણ ફેલાઈ છે. જેના કારણે આ વખતે તંત્રને વહેલા જાણ તેના માટે પર્યાવરણ પ્રેમીઓએ પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ લગાવાની માગ કરી છે.

જળચર જીવો માટે ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર પ્રતિબંધ લાદવા પર્યાવરણ પ્રેમીની માંગ
author img

By

Published : Jun 20, 2019, 8:19 PM IST

દર વખતે તંત્ર POP ની મૂર્તિ નહીં બનાવવા અને નદી કે દરિયામાં આ મૂર્તિ પધરાવવા ખાસ પરિપત્ર બહાર પાડે છે. જેનો અમલ મોટાભાગે થતો જ નથી અને મૂર્તિ બની ગાયા બાદ તંત્ર આ ફરમાન કરતું હોવાનો રાગ આલાપે છે. ત્યારે આ વખતે તંત્રએ વહેલાસર આ અંગે જાગૃત બની આવા મૂર્તિકારોને નોટિસ પાઠવવી જરૂરી બન્યું હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

valsad
જળચર જીવો માટે ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર પ્રતિબંધ લાદવા પર્યાવરણ પ્રેમીની માંગ

વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન POPની મહાકાય મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાનું ચલણ વધતું જાય છે. ત્યારે દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા સમાન કામગીરી નિભાવે છે. ત્યારે ઉંમરગામ GIDC, વાપી અને તેની આસપાસના કેટલાક વિસ્તારમાં અત્યારથી જ POPની મૂર્તિ બનાવવાનું કામ શરુ કરી દીધું છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે કે તંત્ર આ અંગે અત્યારથી જ કડક વલણ અપનાવે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હજારો મૂર્તિઓ ખંડિત હાલતમાં નદી અને દરિયાના કાંઠે પ્રદુષણ ફેલાવે છે. કેટલાય જળચર જીવોને કાયમ માટે મોતના મુખમાં ધકેલી દે છે. જો કે કેટલીક જીવદયા સંસ્થાના સભ્યો આવી ખંડિત મૂર્તિને એકઠી કરી માનવતાનું અદભુત કાર્ય પણ કરે છે. ત્યારે પર્યાવરણ બચાવો જીવન બચાવોના નામે કરોડો રૂપિયાનું આંધણ કરતી સરકાર આ અંગે આ વખતે વહેલી જાગે તે જરૂરી છે.

Slug :- પ્લાસ્ટ ઓફ પેરિસની મૂર્તિ પર અત્યારથી જ તંત્રએ પ્રતિબંધ લાદવો જરૂરી છે

Location :- વાપી, વલસાડ

વાપી :- ગણેશ ચિતુર્થી દરમ્યાન POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હજારો મૂર્તિઓનું વેંચાણ થાય છે. આ મૂર્તિઓ દરિયાકિનારે કે નદી કિનારે મોટી માત્રામાં પ્રદુષણ તો ફેલાવે છે. પરંતુ સાથે સાથે જળચર જીવોનું પણ નિકંદન કાઢી રહી છે. દર વખતે તંત્ર POP ની મૂર્તિ નહીં બનાવવા અને નદી કે દરિયામાં નહીં પધરાવવા ખાસ પરિપત્ર બહાર પાડે છે. જેનો અમલ મોટાભાગે થતો જ નથી અને મૂર્તિ બની ગાયા બાદ તંત્ર આ ફરમાન કરતું હોવાનો રાગ આલાપે છે. ત્યારે આ વખતે તંત્રએ વહેલાસર આ અંગે જાગૃત બની આવા મૂર્તિકારોને નોટિસ પાઠવવી જરૂરી બન્યું હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં દર ગણેશ ચતુર્થી દરમ્યાન POP ની મહાકાય મૂર્તિઓ ની પ્રતિષ્ઠા કરવાનું ચલણ વધતું જાય છે. દર વખતે તંત્ર પણ POP ની મૂર્તિ ને બદલે માટીની મૂર્તિ જ લેવી અને બનાવવી તેવું ફરમાંન પણ આપે છે. પરંતુ દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા સમાન તે ફરમાન ફારસ સાબિત થતું આવ્યું છે. ઉમરગામ GIDC, વાપી અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં હાલ અત્યારથી જ POP ની મૂર્તિ બનાવવાનું કામ મૂર્તિકારોએ શરૂ કરી દીધું છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે. કે તંત્રએ અત્યારથી જ આ અંગે કડક વલણ અપનાવી જાહેર નોટિસ બહાર પાડવી જોઈએ જેથી મૂર્તિકારો POP ની મૂર્તિ બનાવે જ નહીં અને નદીકાંઠાનું તેમજ દરિયાકાંઠાનું પ્રદુષણ અટકે જળચર જીવોનો બચાવ થાય.. 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હજારો મૂર્તિઓ ખંડિત હાલતમાં નદી અને દરિયાના કાંઠે પ્રદુષણ ફેલાવે છે. કેટલાય જળચર જીવોને કાયમ માટે મોત ના મુખમાં ધકેલી દે છે. જો કે કેટલીક જીવદયા સંસ્થાના સભ્યો આવી ખંડિત મૂર્તિને એકઠી કરી માનવતાનું અદભુત કાર્ય પણ કરે છે. ત્યારે પર્યાવરણ બચાવો જીવન બચાવોના નામે કરોડો રૂપિયાનું આંધણ કરતી સરકાર આ અંગે આ વખતે વહેલી જાગે તે જરૂરી છે.   

Photo spot
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.