ETV Bharat / state

પૂરના પાણી ઓસરતા મહાનગર પાલિકાની ટીમો કામે લાગી

વલસાડમાં ભારે વરસાદના પગલે ઔરંગા નદીના પૂરથી(Flooding in Auranga River )નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. છીપવાડ અને દાણાબજારમાં અનાજનો જથ્થો પલળી જતા ઘણું નુકશાન થયું (Monsoon Gujarat 2022 )હતું. પૂરના પાણીથી ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જેની સાફ સફાઈ માટે સુરત પાલિકાના 200 સફાઈ કામદારોની ટીમ લાવવામાં આવી છે.

પૂરના પાણી ઓસરતા મહાનગર પાલિકાની ટીમો કામે લાગી
પૂરના પાણી ઓસરતા મહાનગર પાલિકાની ટીમો કામે લાગી
author img

By

Published : Jul 16, 2022, 1:42 PM IST

વલસાડઃ જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પૂરથી (Flooding in Auranga River )નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં છીપવાડ અને દાણાબજારમાં અનાજનો જથ્થો પલળી જતા ઘણું નુકશાન થયું હતું. તેમજ સડેલા અનાજથી ચારેબાજુ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જેની સાફ સફાઈ માટે સુરત પાલિકાના 200 સફાઈ કામદારોની(Monsoon Gujarat 2022 ) ટીમ લાવવામાં આવી છે.

પાલિકાની ટીમો કામે લાગી

ભરાયેલા પાણી કાઢવા માટે કાર્યરત કરાયા - આજરોજ પૂરના પાણી ઓસરતા જિલ્લાના પાંચ તાલુકાની પાલિકાઓના અને સુરત મહાનગર પાલિકાના 200 જેટલા કર્મચારીઓએ( Surat Municipality)23 ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી આરંભી દીધી છે. વિસ્તારોમાં કુલ 6 ડિ-વોટરિંગ પંપો દ્વારા ભરાયેલા પાણી કાઢવા માટે કાર્યરત કરાયા છે. આ વિસ્તારોમાં સસમયસર સફાઈ કામગીરી થતાં રોગચાળો ફેલાવાની શક્યતા નહીંવત બની છે.

આ પણ વાંચોઃ ઘેડના આ ચિંતાજનક દ્રશ્યો ડ્રોનમાં થયા કેદ

200 જેટલા સફાઈ કર્મીની ટીમ - વલસાડ છીપવાડ વિસ્તારમાં તરિયાવાડ જેવા ક્ષેત્રમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જે ઓસર્યા બાદ તારાજી અને ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. રોગચાળોના વકરે તે માટે 5 તાલુકામાં આવેલ પાલિકાની ટીમ સાથે જ સુરતથી 200 સફાઈ કામદારો SMCના બોલાવવામાં આવ્યા છે. જેમના દ્વારા હાલ સફાઈ કામગીરી જોરશોર થી કરાઈ રહી છે.

આ પણ વાંચોઃ વેરાવળ કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી મુશ્કેલી

23 જેટલા ટ્રેક્ટરો કામે લાગ્યા - વલસાડના વિવિધ વિસ્તારોમા ચાલતી સાફ સફાઈને લઈને વધુ વેગવંતી કામગીરી બને તે માટે મેન પાવર સાથે 23 જેટલા ટ્રેક્ટરો કામે લગાવવામાં આવ્યા છે. જેમના દ્વારા સફાઈ કરાઈ રહી છે જે સી બી મશીનો પણ કામે લગાવવામાં આવ્યા છે. કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે એવા વિસ્તારને પાણી દૂર કરવા અંદાજિત 6 જેટલા ડી વોટરિંગ પંપ મૂકી પાણી કાઢવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પાણી નીકળી જતા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.