ETV Bharat / state

દિલ્હી અને પંજાબના CMએ વલસાડમાં ગજવી સભા, વચનોની કરી લ્હાણી - Poster War in Gujarat

વલસાડ જિલ્લામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને (bhagwant mann) સભા ગજવી હતી. આ સાથે જ તેમણે જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારને વેગ (aam aadmi party election campaign) તઆપ્યો હતો. તો અહીં બંને મુખ્યપ્રધાને વચનોની લ્હાણી પણ કરી હતી.

દિલ્હી અને પંજાબના CMએ વલસાડમાં ગજવી સભા, વચનોની કરી લ્હાણી

author img

By

Published : Oct 10, 2022, 10:51 AM IST

વલસાડ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) ભણકારા વાગી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે જિલ્લાના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં (Lal Dungri ground Valsad) દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને (bhagwant mann) જાહેર સભા યોજી હતી.

ચૂંટણી પ્રચારને આપ્યો વેગ આ સભામાં જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારનામાંથી મોટી સંખ્યામાં લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, ધરમપુરનું આ લાલ ડુંગરીનું મેદાન (Lal Dungri ground Valsad) ગાંધી પરિવાર માટે સુકનવંતું હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જોકે અરવિંદ કેજરીવાલે (arvind kejriwal) ગાંધી પરિવારના લકી મેદાન પર જાહેર સભા સંબોધી અને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારને (aam aadmi party election campaign) વેગ આપ્યો હતો.

જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારને (aam aadmi party election campaign) વેગ આપ્યો

બંને CMએ વચનોની લ્હાણી કરી હતી પોતાના સંબોધનમાં દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનોએ ગુજરાતની રાજ્ય સરકાર (Gujarat Government) અને કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દે આક્ષેપો કરી આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ સંબોધનમાં અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) અને ભગવત માન (bhagwant mann) સહિત આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત લોકોને વચનોની લ્હાણી કરી હતી. તો મફત વિજળી, આરોગ્ય અને શિક્ષણ સહિતની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે તેવા લોકોને વાયદા કર્યા હતા.

પોસ્ટર વોર અંગે કેજરીવાલે આપી પ્રતિક્રિયા છેલ્લા કેટલાક સમયથી દિલ્હી સરકારના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્મ વિરોધી શપથ લેવડાવતા રાજકીય મામલો ગરમાયો હતો. આથી ભાજપ આક્રમક થઈ અને આ મામલે આમ આદમી પાર્ટીને ઘરેવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે જાહેર મંચ પરથી કેજરીવાલે (arvind kejriwal) આ મુદ્દે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 2 દિવસથી ગુજરાતમાં આવ્યો છું ત્યારે જોઈ રહ્યો છું કે, આ લોકોએ મારા વિરોધમાં મોટા મોટા હોર્ડિંગ લગાવ્યા (Poster War in Gujarat) છે અને મારા ફોટા લગાવ્યા છે. આવું કરી અને આ લોકો મારૂં નહીં ભગવાનનું અપમાન કરી રહ્યા છે.

વિરોધીઓને કંશ રાક્ષસની ઔલાદ ગણાવ્યા કેજરીવાલે પોતાના સંબોધનમાં વિરોધીઓને કંશ અને રાક્ષસની ઓલાદ ગણાવી હતી અને પોતાને બાળપણમાં ઘરમાં કૃષ્ણ તરીકે બોલાવતા હોવાનું જણાવી પોતાની જાતને કૃષ્ણ તરીકે સરખાવી હતી. આમ, આજે ધરમપુરના આ લાલ ડુંગળીના મેદાન (Lal Dungri ground Valsad) પરથી કેજરીવાલે (arvind kejriwal) દક્ષિણ ગુજરાતના આદિવાસી મતદારોને રીઝવવા અનેક વચનોની લ્હાણી કરી હતી.

ગુજરાત સરકાર દર વર્ષે અઢી લાખ કરોડનું બજેટ છે ગુજરાત સરકારના બજેટ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે, અઢી લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. છતાં આટલા કરોડો રૂપિયા પૈસા સરકાર ખર્ચી ક્યાં રહી છે. શિક્ષણ, આરોગ્ય લક્ષી કે પ્રાથમિક સુવિધા જેવી કામગીરી દેખાતી નથી અને સામાન્ય પ્રજા ઉપર કમરતોડ ટેક્સ નાખવામાં આવી રહ્યો છે. કપરાડા અને ધરમપુરના ગામોમાંથી જંગી જનમેદનીમાં કેજરીવાલને (arvind kejriwal) સાંભળવા માટે ઉમટી પડી હતી. જોકે, અનેક રાજકીય આગ્રણીઓ આપમાં જોડાવવા માટેની ચર્ચા ઉઠી હતી તે ચર્ચા માત્ર ચર્ચા જ બની રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.