- દમણની સહેલ કરી પરત ફરતી 4 યુવતી સહિત 1 યુવકની ધરપકડ(arrest)
- કારમાંથી વિદેશી દારૂ(Foreign liquor)ની 15 બોટલ મળી આવી
- ઝડપાયેલી યુવતીઓ મૂળ નાગાલેન્ડ(Nagaland)ની
વલસાડઃ કોરોનાનો કહેર ધીમો થતાં જ દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ખાવા-પીવાનાં શોખીનોના આંટાફેરા વધી રહ્યા છે, ત્યારે રોજ બરોજ વલસાડ જિલ્લા પોલીસના હાથે દારૂના શોખીનો દારૂ પીધેલી હાલતમાં કે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ રહ્યા છે. એમાં વધુ એક કિસ્સો પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં આવતી દમણ સંઘ પ્રદેશની બૉર્ડર પર આવેલી કલસર ચેકપોસ્ટ (Kalsar checkpost) પર પોલીસ ચેકિંગ(Checking) કરી રહી હતી. એ દરમિયાન વર્ના કારની પોલીસે અટકાવી હતી અને આ કારમાં ચાર યુવતી અને એક પુરુષ ડ્રાઇવર સવાર હતો અને યુવતીઓ દારૂની નશો કરેલી હાલતમાં હતી.
4 યુવતી સહિત એક યુવકની દારૂ સાથે ધરપકડ
પોલીસ દ્વારા કારની તપાસ કરવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની 15 બોટલ જેની કિંમત રૂપિયા 5500નો જથ્થો મળી આવતા આ ચારેય યુવતીઓની ધરપકડ(arrest) કરવામાં આવી છે. આ ઝડપાયેલી યુવતીઓ મૂળ નાગાલેન્ડની હોવાનું અને બરોડા સ્પા સેન્ટર(Baroda Spa Center)માં કામ કરતી હોવાનું બહાર આવ્યું છે. જેઓ પોતાના મોજશોખ પૂર્ણ કરવા માટે દમણ આવી હતી. જે બાદ પરત થતા પોતાની સાથે દારૂની બોટલો લાઇ જઈ રહી હતી અને પોલીસે વાહન ચેકીંગમાં ઝડપી લીધી પોલીસે ચાર યુવતી અને એક ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- આ પણ વાંચોઃ ભરૂચ નજીક હાઇવે પર કેબલ બ્રીજ પાસેથી વિદેશી દારૂ ભરેલા 2 ટ્રક ઝડપાયા
- વાપી ટાઉન પોલીસે દારૂ સહિતના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપ્યાં
- 4.51 લાખના વિદેશી દારૂપકડાતા PSI સહિત હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
- વડોદરાઃ સયાજીપુરા APMC માર્કેટ સામે પાર્કિંગની દુકાનમાંથી રૂપિયા 6 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો
- જૂનાગઢઃ કેશોદમાં ઝડપાયો દારૂનો મોટો જથ્થોમોરબીમાં દારૂ ભરેલી કાર સાથે કચ્છનો શખ્સ ઝડપાયો