વાપી:વલસાડ જિલ્લાના વાપી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા વિવિધ રસ્તા ઉપર જાહેર હિતમાં ટ્રાફિક નિયમન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વિવિધ વિસ્તારોમાં વાહન સંચાલકો તેમના વાહનો પાર્ક ન કરે, ઊભા ન રાખે તે જરૂરી છે. જે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર. રાવલે એક જાહેરનામા દ્વારા વાપી જી.આઇ.ડી.સી.માં વિવિધ વિસ્તારોને તાત્કાલિક અસરથી તા.17/9/2020 સુધી વનસાઇડ અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યાં છે.
વનસાઇડ પાર્કિંગ ઝોનમાં એક સંખ્યાવાળી તારીખોમાં ડાબી બાજુએ અને બેકી સંખ્યાવાળી તારીખમાં જમણી બાજુએ વાહન પાર્ક કરવાના રહેશે. વનસાઇડ પાર્કિંગ ઝોનમાં (1) ઇસેલ માઇનિંગથી વાયા જંકશન એલ.આઇ.સી. સેક્ટર સુધી, (2) ઇસેલ માઇનિંગથી એન.આર.અગ્રવાલ પેપરમીલ સેકન્ડ ફેસ સુધી, (3) મોરારજી સર્કલથી સરદાર ચોક સુધી, (4) સરદાર ચોકથી વિનંતી નાકા સુધી, (5) સરદાર ચોકથી બેન્ક ઓફ બરોડા થર્ડ ફેઝ સુધી, (6) બાયર (મીસ્ટુ)થી એકરા પેક સુધી, (7) બેસ્ટ પેપર મીલ રોડથી થર્ડ ફેઝ સુધી, કેમીસ્ટથી પીડીલાઇટ રોડ ફર્સ્ટ ફેઝ સુધી, (8) કેમીસ્ટથી પીડીલાઇટ રોડ ફર્સ્ટ ફેઇઝ સુધી, (9) ખેકાગ્લાસથી ને.હા.નં.૪૮ સુધી અને (10) જી.એસ.પી.સી. ટ્રીવલ બોર્ડ સર્વિસ રોડ ને.હા.નં.૪૮ સુધીના વિસ્તારોનો સમાવેશ કરાયો છે.
જ્યારે નો-પાર્કિંગ ઝોનમાં વી.આઇ.એ.થી પ્રાઇમ હોટલ સુધી, ગીરીરાજથી મોરારજી સર્કલ સુધી અને ગેલેક્ષી હોટલથી અંબામાતા મંદિર સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે. જ્યારે વધુમાં આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે લોકોના લાભ માટે અને જનહિતને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. લોકો તેને પાળશે તો અનેક લાભ થશે. આ અંગે જિલ્લા પોલીસવડા સાથે પણ ચર્ચા કરી છે. અને તેનું અક્ષરશઃ પાલન કરવાની પોલીસને તાકીદ કરી છે.