ETV Bharat / state

પારડી બાલદા ગ્રામ પંચાયતને જોડતાં રોડ ઉપરથી લોખંડની એન્ગલ ચોરાઈ

વલસાડ જિલ્લાના પારડી GIDC વિસ્તારમાંથી પસાર થતા બાલદા ગ્રામ પંચાયતને જોડતાં રોડ ઉપર ભારે વાહનો પસાર ન થાય અને અકસ્માતો ન વધે તે માટે ગ્રામ પંચાયત દ્વારા લોખંડની એંગલ ( હાઈટ બેરિયર) મૂકવામાં આવી હતી. જે ગઈકાલે મોડી રાત્રે પીડબલ્યુડી વિભાગ દ્વારા ગ્રામ પંચાયતને કોઈ પણ જાણ કર્યા વિના રાતોરાત જેસીબીથી ખોદીને કાઢી લઇ જવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ સમગ્ર બાબતે તેઓ પોલીસ મથકમાં પણ પહોંચી આ લોખંડની એંગલ કોઈ ઈસમ દ્વારા ચોરી કરી હોવાની મૌખિક રજૂઆત કરી હતી. જોકે, હકીકતમાં આ એંગલ પી.ડબ્લ્યુ.ડી વિભાગ દ્વારા લેવામાં આવી હતી.

pardi
વલસાડ
author img

By

Published : Sep 17, 2020, 10:35 AM IST

વલસાડ: પાલડી GIDCમાંથી ગ્રામ પંચાયતને જોડતો કમઠી ફળિયાનો રોડ છ માસ અગાઉ ફળિયામાં ભારે વાહનો પસાર થતા અકસ્માતો થયા હતા. જેને પગલે અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. જેને લઇને ગ્રામ પંચાયત દ્વારા અહીં લોખંડની એંગલ એટલે કે, હાઈટ બેરિયર મૂકવામાં આવ્યા હતા. જેથી કરીને કોઈ પણ ભારે વાહન આ માર્ગ ઉપરથી પસાર થઇ ન શકે. પરંતુ ગઇકાલે મોડી રાત્રે ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના જ પી.ડબ્લ્યુ.ડી વિભાગ દ્વારા આ હાઈટ બેરિયર રાતોરાત જેસીબી મશીન દ્વારા કાઢી લઈ રોડ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર બાબતમાં ગ્રામ પંચાયત અને લોકો અજાણ હોવાથી તેઓને લાગ્યું કે, રાત્રિ દરમિયાન આ એંગલ ચોરી થઈ ગયા છે. જેને લઇને લોકો એકત્ર થઇ ગયા હતા અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અગ્રણીઓ પારડી પોલીસ મથકે પહોંચી આ સમગ્ર બાબતે મૌખિક રજૂઆત કરી હતી. જોકે, મહત્વનું છે કે, આ તમામ લોકોને પારડી પોલીસ મથકના પી.એસ.આઇ જણાવ્યું કે, એંગલ હટાવવા માટે પી.ડબલ્યુ.ડી વિભાગ દ્વારા ગ્રામ પંચાયતને અગાઉ પણ એક લેખિત નોટીસ આપવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં પી.ડબલ્યુ.ડી વિભાગ દ્વારા જ લોખંડના હાઈટ બેરિયર રાત્રી દરમિયાન ઉઠાવી લેવામાં આવ્યા હતા.

પારડી બાલદા ગ્રામ પંચાયતને જોડતાં રોડ ઉપરથી લોખંડની એન્ગલ ચોરાઈ

જોકે, આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે લોકોનું કહેવું છે કે, આ એંગલો હટાવી લેવાથી આગામી દિવસમાં અહીંથી ભારે વાહનો પસાર થતાં ફળિયામાં વધુ અકસ્માતો બની શકે તેમ છે. જેને લઈને લોકોની સુરક્ષા જોખમાઇ એવી સ્થિતિ સર્જાઈ શકે છે.

નોંધનીય છે કે, બીજી તરફ પારડી નગરમાં વકરતી સમસ્યાને દૂર કરવા બેરીયર કાઢી નાખવા વહીવટી તંત્રને પૂર્વ પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે રજૂઆત કરી હતી. જેને પગલે પી.ડબ્લ્યુ.ડી વિભાગે બેરિયર હાઈટ કાઢી નાખવામાં આવ્યા હતા. પારડી પી.ડબલ્યુ.ડી વિભાગના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, પારડી નગરમાં ભારે વાહનો પસાર થતાં હોવાથી ટ્રાફિક સમસ્યા વકરે છે. જેને ધ્યાને રાખીને લોકોની વધતી ફરિયાદને લઈને બાલદા ગ્રામ પંચાયત GIDC રોડ ઉપર મુકવામાં આવેલા હાઈટ બેરિયર રાત્રી દરમિયાન કાઢી લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.