ETV Bharat / state

વાપી નગરપાલિકામાં વર્ષ 2020-21નું 166 કરોડનું અંદાજીત બજેટ રજૂ કરાયું - 2020/21 was presented in Vapi Municipality

વાપી નગરપાલિકામાં બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2020-21 નું 166 કરોડનું અંદાજિત બજેટ સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અને સભ્યોએ વાપીના જાણીતા સમાજસેવક ગફૂર બીલખિયાને પદ્મશ્રી એવોર્ડ મળતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરની સ્ટ્રીટ લાઈટો અંગે અવાજ ઉઠાવ્યો હતો. આ સભામાં 2019/20ના વિકાસના કામોની રૂપરેખા પ્રમુખ સ્થાનેથી ઉપલબ્ધ કરવામાં આવી હતી.

vapi
વાપી
author img

By

Published : Jan 29, 2020, 5:32 PM IST

વલસાડ : વાપી નગરપાલિકા સભાગૃહમાં બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019/20 નું સુધારેલ બજેટ અને વર્ષ 2020/21 નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2020/21 માટેનું અંદાજિત 1,66,16,33,301 કરોડનું બજેટ કારોબારી ચેરમેન દિલીપ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, 38 કરોડની પુરાંત વાળા આ બજેટમાં 84 કરોડના ખર્ચનું આયોજન છે.

વાપી નગરપાલિકામાં વર્ષ 2020/21નું 166 કરોડનું અંદાજીત બજેટ રજૂ કરાયું

સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે આવનારા દિવસોમાં રીંગ રોડનું કામ પૂર્ણ થવાનું છે. તેમજ ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.જેમાં 16 કરોડના ઓડિટોરીયમના જમીનનો પ્રશ્ન નિરાકરણ પામ્યો છે. તે અંગે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે. વાપીના ઇસ્ટ અને વેસ્ટમાં રેલવે લાઈનમાં અંડરગ્રાઉન્ડ પેડેસ્ટ્રીયલ પાર્કના પ્રોજેક્ટને આખરી રૂપ અપાયું હોવાનું તેમજ સોલિડ વેસ્ટના નિરાકરણ માટે પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા સહિતની વિગતો આપી હતી.

તે ઉપરાંત પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ અને ચીફ ઓફિસર દર્પણ ઓઝા સમક્ષ સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગેના પ્રશ્નો ઉઠાવતા પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, શહેરની કુલ સ્ટ્રીટલાઇટો માંથી 140 કમ્પ્લેઇન આવી છે. જેમાં GEB ના કેટલાક પ્રશ્નો છે. જેનું નિરાકરણ લાવી આ પ્રશ્નને ઉકેલવામાં આવશે. સામાન્ય સભામાં સૌપ્રથમ વલસાડના જાણીતા સમાજ સેવક ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ત્યારે તમામે ગફુરભાઈ બિલખિયાને અભિનંદન પણ પાઠવ્યા હતા.

પાલિકાના પાછલા વર્ષોના બજેટની વાત કરીએ તો, વર્ષ 2018/19 ના અંદાજપત્રની અંદાજિત આવક 63,05,32,369 રૂપિયા મળી કુલ 1,22,95,67,205 રૂપિયા રહી હતી. જેમાંથી 56,34,84,494 રૂપિયાનો અંદાજીત ખર્ચ થયા બાદ 2018/19 ના અંદાજપત્ર મુજબ 66,60,82,711 રુપિયા બંધ સિલક રહી હતી. વર્ષ 2019/20 ની અંદાજપત્રની ઉઘડતી સિલક 81,08,87,519 રૂપિયા સાથે અંદાજીત આવક 75,23,97,879 રૂપિયા મળી કુલ 1,56,32,85,398 રૂપિયા રહી હતી. વર્ષ 2019/20ના અંદાજપત્રનો ખર્ચ 71,94,32,313 રૂપિયા રહ્યો હતો. જ્યારે બંધ સિલક 84,38,53,085 રૂપિયા સાથે વર્ષ 2020/21 ના બજેટની અંદાજીત આવક 81,77,80,216 મળી કુલ 1,66,16,33,301નું અંદાજીત બજેટ રજૂ કરાયું હતું. જેમાં 1,27,75,53,321 રૂપિયાના અંદાજીત ખર્ચ સાથે 38,40,79,980 રૂપિયા બંધ સિલક રહેવાનો અંદાજ રજુ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે સામાન્ય સભા દરમિયાન હાલમાં વાપી નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાન હેઠળ ડસ્ટબિન વિતરણના પ્રોજેક્ટમાં જે ઢીલાશ વર્તાઈ રહી છે. તે અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકા વિસ્તારમાં 70,000 જેટલા ઘર છે. જેમાં તબક્કાવાર સોસાયટીઓ અને શેરીઓના રહેણાંક વિસ્તારોમાં ડસ્ટબિન વિતરણ કરવાનું પાલિકાએ નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં 20 હજાર ડસ્ટબિનમાથી 7 હજારનું વિતરણ કરાયું છે.

પાલિકાની સામાન્ય સભામાં કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હતા. ત્યારે હાજર પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં વિકાસના કામોની બહાલી સાથે 10 મિનિટમાં સભા પૂર્ણ કરી હતી.

Intro:location :- વાપી

વાપી :- વાપી નગરપાલિકામાં બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2020-21 નું 166 કરોડનું અંદાજિત બજેટ સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અને સભ્યોએ વાપીના જાણીતા સમાજ સેવક ગફૂર બીલખિયાને પદ્મશ્રી એવોર્ડ મળતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરની સ્ટ્રીટ લાઈટો અંગે અવાજ ઉઠાવો ઉઠાવ્યો હતો. સભામાં 2019/20ના વિકાસના કામોની રૂપરેખા પ્રમુખ સ્થાનેથી ઉપલબ્ધ કરવામાં આવી હતી.

Body:વાપી નગરપાલિકા સભાગૃહમાં બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019/20 નું સુધારેલ બજેટ અને વર્ષ 2020/21 નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2020/21 માટેનું અંદાજિત 1,66,16,33,301 કરોડનું બજેટ કારોબારી ચેરમેન દિલીપ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે 38 કરોડની પુરાંત વાળા આ બજેટમાં 84 કરોડના ખર્ચનું આયોજન છે. સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે આવનારા દિવસોમાં રીંગ રોડનું કામ પૂર્ણ થવાના આરે હોય ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે, 16 કરોડના ઓડિટોરીઅમના જમીનનો પ્રશ્ન નિરાકરણ પામ્યો હોય તે અંગે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે. વાપીના ઇસ્ટ અને વેસ્ટમાં રેલવે લાઈનમાં અંડરગ્રાઉન્ડ પેડેસ્ટ્રીયલ પાર્કના પ્રોજેક્ટને આખરી રૂપ અપાયું હોવાનું, સોલિડ વેસ્ટના નિરાકરણ માટે પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા સહિતની વિગતો આપી હતી.

પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ અને ચીફ ઓફિસર દર્પણ ઓઝા સમક્ષ સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગેના પ્રશ્નો ઉઠાવતા પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, શહેરની કુલ સ્ટ્રીટલાઇટો માંથી 140 કમ્પ્લેઇન આવી છે. જેમાં GEB ના કેટલાક પ્રશ્નો છે જેનું નિરાકરણ લાવી આ પ્રશ્નને ઉકેલવા માં આવશે. સામાન્ય સભામાં સૌપ્રથમ વલસાડના જાણીતા સમાજ સેવક ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હોય તમામે ગફુરભાઈ બિલખિયાને અભિનંદન પણ પાઠવ્યા હતા.

પાલિકાના પાછલા વર્ષોના બજેટની વાત કરીએ તો, વર્ષ 2018/19 ના અંદાજપત્રની અંદાજિત આવક 63,05,32,369 રૂપિયા મળી કુલ 1,22,95,67,205 રૂપિયા રહી હતી. જેમાંથી 56,34,84,494 રૂપિયાનો અંદાજીત ખર્ચ થયા બાદ 2018/19 ના અંદાજપત્ર મુજબ 66,60,82,711 રુપિયા બંધ સિલક રહી હતી. વર્ષ 2019/20 ની અંદાજપત્રની ઉઘડતી સિલક 81,08,87,519 રૂપિયા સાથે અંદાજીત આવક 75,23,97,879 રૂપિયા મળી કુલ 1,56,32,85,398 રૂપિયા રહી હતી. વર્ષ 2019/20ના અંદાજપત્રનો ખર્ચ 71,94,32,313 રૂપિયા રહ્યો હતો. જ્યારે બંધ સિલક 84,38,53,085 રૂપિયા સાથે વર્ષ 2020/21 ના બજેટની અંદાજીત આવક 81,77,80,216 મળી કુલ 1,66,16,33,301નું અંદાજીત બજેટ રજૂ કરાયું હતું. જેમાં 1,27,75,53,321 રૂપિયાના અંદાજીત ખર્ચ સાથે 38,40,79,980 રૂપિયા બંધ સિલક રહેવાનો અંદાજ રજુ કરાયો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે સામાન્ય સભા દરમિયાન હાલમાં વાપી નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાન હેઠળ ડસ્ટબિન વિતરણના પ્રોજેક્ટમાં જે ઢીલાશ વર્તાઈ રહી છે. તે અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકા વિસ્તારમાં 70,000 જેટલા ઘર છે. જેમાં તબક્કાવાર સોસાયટીઓ અને શેરીઓના રહેણાક વિસ્તારોમાં ડસ્ટબિન વિતરણ કરવાનું પાલિકાએ નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં 20 હજાર ડસ્ટબિનમાથી 7 હજારનું વિતરણ કરાયું છે.

પાલિકાની સામાન્ય સભામાં કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હોય હાજર પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વોર્ડ સભ્યો ની ઉપસ્થિતીમાં વિકાસના કામોની બહાલી સાથે 10 મિનિટમાં સભા પૂર્ણ કરી હતી.

bite :- વિઠ્ઠલ પટેલ, પ્રમુખ, નગરપાલિકા, વાપી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.