- વલસાડ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકો
- પહાડી વિસ્તારોના ગામડામાં અનુભવાયો ભૂકંપ
- આ વિસ્તારમાં બે દિવસથી અનુભવાયો ભૂકંપ
વલસાડઃ જિલ્લામાં બે દિવસથી આ વિસ્તારમાં આવતા આંચકાને લઈને લોકોમાં ભારે તર્ક વિતર્ક પણ જોવા મળી રહ્યો છે. વલસાડ થી 44 કિ.મી દૂર આવેલા ધરમપુરના હનુમાનમાળ ગામે આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
પહાડી વિસ્તારમાં અનુભવાયો ભૂકંપ
ધરમપુર થી 30 કિમિ દૂર આવેલા હનુમંતમાળ જાગીરી જેવા ગામોમાં આજે વહેલી સવારે 4 વાગ્યે અને 8 મિનિટે ભૂકંપ અનુુભવાયો હતો. મોટાભાગે લોકો ઊંઘતા હતા તે સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. છેલ્લા 2 દિવસ થી ધરમપુર અને તેની આસપાસ માં આવેલા પહાડી વિસ્તારના ગામોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાય રહ્યા છે.
પહેલા એક દિવસમાં બે વાર ભૂકંપ
6ઓક્ટોબરના રોજ 11 વાગ્યે અને 11 મિનિટ પર પ્રથમ આંચકા અનુભવાયા હતો. જે જમીન માં 3.9 કિ.મી ઊંડે તેનું કેન્દ્ર બિંદુ હતું અને રિકટર સ્કેલ પર તે આંચકો 2.3 મેગ્નિટ્યુડ નો હોવાનું સુસ્મોલોજી વિભાગે નોંધ્યું હતું. આ આંચકો હનુમંતમાળ આરોગ્ય કેન્દ્ર થી પૂર્વમાં તેનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તે દિવસે બપોરના 12:22 ની આસપાસ અનુભવાયો હતો. જે જાગીરી ભવાડા ગામે જમીન માં 19.6 કિમિ ઊંડે તેનું કેન્દ્ર બિંદુ હતું. જ્યારે આ આંચકો 2.3 મેગ્નિટ્યુડ નો હોવાનું સિસમોલોજી વિભાગે(Gujarat Seismology Department) નોંધ્યું હતુ.
આજે ફરી ભૂકંપનો આંચકો
આજે સવારે 4 વાગ્યે અને 8 મિનિટ ઉપર ફરી ભૂકંપ અનુભવાયો હતો. ગુજરાત સિસમોલોજી વિભાગે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાહેર માહિતી અનુસાર વલસાડ થી પૂર્વ માં 44 કિ.મી દૂર આવેલા હનુમંતમાળ પૂર્વ વિસ્તારમાં જમીન માં 73.3 કિ.મી ની ઊંડાઈ માં ભૂકંપ નું કેન્દ્ર બિંદુ હતું, જ્યારે આ ભૂકંપ 2.5 મેગ્નિટ્યુડ નો હોવાનું સિસમોલોજી વિભાગે(Gujarat Seismology Department) જણાવ્યું છે.
આ ગામડાંઓમાં અનુભવાયો ભૂકંપ
ધરમપુરના પૂર્વ પટ્ટીના ગામડાં સાવરમાળ, ખાંડા, ભવાડા,બોપી,બરડા,હામુમંતમાલ,જામલિયા, સહિતના ગામડાંઓમાં છેલ્લા બે દિવસ થી ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો છે. ભવાડા ગામે અનેક વિસ્તારમાં જ્યાં ઘર બનાવવા માટે ઈંટો મુકવામાં આવી હતી તે ઈંટોના પાયા ખસી ગયા હતા.જેને લઈ ને નુકશાન થયું હોવાની માહિતી મળી રહી છે.આમ છેલ્લા બે દિવસ થી ધરમપુર વિસ્તારના આ પૂર્વ પટ્ટીના ગામોમાં ભૂકંપ આવતા લોકોમાં ભય નો મહોલ જોવા મળ્યો.
આ પણ વાંચોઃ વલસાડ નજીક ગુંદલાવમાં વર્કશોપમાં ભીષણ આગ ભભૂકી ઉઠી : બાઈક અને કાર આગમાં હોમાયા
આ પણ વાંચોઃ જાણો નવરાત્રીના શુભ મુહૂર્ત અને નવશક્તિની આરાધનાનું મહત્વ