વાપીના ગીતાનગર વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીક વાપી ટાઉન તરફથી આવતી લાલ કલરની હોન્ડા બ્રિઓ કાર નંબર GJ-15-CG-8467ના ચાલકે અચાનક જ કારને રોંગ સાઈડમાં ઘૂસાડી દીધી હતી. જેથી રસ્તામાં જઇ રહેલાં એક ગરીબ ભેળવાળાને ગંભીર ઇજા પહોંચી છે. સાથે તેને ઘણું નકસાન થયું છે. અકસ્માત થતાં સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત ભેળવાળાને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, GJ-15-CG-8467ના કાર ચાલકે ગફલત ભરી રીતે કાર ચલાવી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત ભેળવાળા સાથે દાદાગીરી કરી હતી. પરંતુ લોકટોળુ એકઠું થતા ભેળવાળા ગંગારામને સારવારનો ખર્ચ આપવા તૈયારી બતાવી હતી. ઘટના સ્થળે પોલીસ પણ આવી જતા કાર માલિક મહિલાની દાદાગીરી ગાયબ થઈ ગઈ હતી. કાર માલિક મહિલા સાથે કાર ચલાવનાર કાર ચાલક યુવાન આ તકનો લાભ લઇ નાસી છૂટ્યો હતો.
આ ઘટના અંગે સ્થાનિક જણાવી રહ્યાં છે કે, કારચાલક નવશીખ્યો હતો, તેને ડ્રાઇવીંગ આવડતું નહોતું છતાં તે કાર ચલાવતો હોવાથી દૂર્ઘટના થઇ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત ભેળવાળાને સારવારના 2500 રૂપિયા આપી મામલો થાળે પાડયો હતો.