વલસાડઃ જિલ્લામાં કોરોના કહેરના સંક્રમણમાં રાજ્યપ્રધાન રમણ પાટકર સહિત તેમની પત્ની, પુત્ર અને ભત્રીજી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેથી તેઓ સારવાર હેઠળ હતાં. જેઓએ બુધવારે કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા મેળવી હતી. જેને લેવા માટે રાજ્યપ્રધાન રમણ પાટકર ખુદ આવ્યા હતાં. પાટકરે પણ સપ્તાહ પહેલા કોરોનાને માત આપી હતી.
ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે કોરોનાને માત આપ્યા બાદ બુધવારે તેમના પત્ની, પુત્ર અને ભત્રીજીએ પણ કોરોનાને માત આપી હતી. પાટકર સહિત તેમના પરિવારજનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ પાટકરને અમદાવાદમાં તો, તેમના પરિવારજનોને વાપીની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
ગત 15 જુલાઈએ પાટકર કોરોનાને માત આપી સાજા થયા હતા, જ્યારે તેમના પત્ની, પુત્ર અને ભત્રીજી વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જેઓએ બુધવારે કોરોનાને માત આપી સાજા થયા હતા.
પાટકરના પરિવારજનોને કોરોનાની સારવાર બાદ બુધવારે બપોરે હોસ્પિટલમાંથી રજા અપતા રમણ પાટકર ગાંધીનગરથી સીધા પોતાના પરિવારને ઘરે લઈ જવા માટે વાપીની જનસેવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા સાજા થયેલા દર્દીઓને તાળીઓથી વધાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.