ETV Bharat / state

વલસાડમાં ભારે વરસાદમાં લોકોનું સ્થળાંતર કર્યા બાદ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી

ગુજરાતમાં વરસાદે ભારે તારાજી (monsoon 2022 in gujarat)સર્જી છે. વલસાડમાં હવામાન વિભાગની આગાહી બાદ ભારે વરસાદથી અનેક નિચાણવાળા(Heavy rains in Valsad) વિસ્તારમાં પાણી ભરાયા છે. જિલ્લામાં અંદાજિત 1500 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. NDRF અને કોસ્ટગાર્ડની મદદથી લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સ્થળાંતર કરેલા લોકો માટે સુરક્ષિત સ્થાન પર ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

વલસાડમાં ભારે વરસાદમાં લોકોનું સ્થળાંતર કર્યા બાદ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી
વલસાડમાં ભારે વરસાદમાં લોકોનું સ્થળાંતર કર્યા બાદ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી
author img

By

Published : Jul 12, 2022, 2:42 PM IST

વલસાડ: જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ(Monsoon Gujarat 2022) ભારે વરસાદથી અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો, ઉમરગામ ધારાસભ્ય પણ તેમના વિસ્તારમાં પડી રહેલી સમસ્યાઓ અંગે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જિલ્લામાં સોમવારે વરસેલા ભારે વરસાદમાં વલસાડ તાલુકો અને જિલ્લામાં અંદાજિત 1500 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં (Migration of people to Valsad)આવ્યા હોવાની વિગતો જિલ્લા કલેકટરે આપી છે. આ તરફ ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે પણ વરસાદી પાણીની રેલ અંગે તેમજ સરકાર દ્વારા ચૂકવાતી સહાયના (monsoon 2022 in gujarat)માપદંડની વિગતો પુરી પાડી હતી.

લોકો માટે સુરક્ષિત સ્થાન

તમામ વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું - જિલ્લામાં ભારે વરસાદ બાદ જનજીવન(Heavy rains in Valsad) પ્રભાવિત થયું છે. ત્યારે પૂર્વ વન અને આદિજાતિ પ્રધાન તેમજ ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ પાટકર તેમના મત વિસ્તારમાં ભિલાડ, સંજાણ રેલવે ગરનાળા, તેમજ ઉમરગામ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ તમામ વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચોઃ વરસાદે ઐતિહાસિક શિવાલયને લેવડાવી જળ સમાધિ, જૂઓ વીડિયો...

લોકોને 72 કલાકમાં આર્થિક સહાય ચૂકવવામાં આવે - સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં પહાડી વિસ્તાર હોય ભારે વરસાદ વરસે ત્યારે નદીકાંઠાના પાણી આસપાસના કિનારાના ગામોમાં ઘુસી જાય છે. જો કે આ રેલ ત્રણ-ચાર કલાક પૂરતી હોય છે. જે બાદ પાણી ઓસરવા માંડે છે. આ સમય દરમિયાન જે વિસ્તારમાં વધુ પાણી ભરાયા હોય તે વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે. જો કે રાજ્ય સરકારની સહાય અંગે પાટકરે જણાવ્યુ હતું કે સામાન્ય રીતે સ્થળાંતરિત કરેલા લોકોને જો 10 કલાકથી વધુ સમય સુધી શેલ્ટર હોમમાં આશ્રય આપવો પડે તો જ તેમને માટે ભોજન, આરોગ્ય અને નુક્સાનીનો સર્વે કાઢી સહાય ચૂકવવામાં આવે છે. જેમાં 4 દિવસ સુધી જે લોકોને પ્રાથમિક શાળા કે અન્ય સુરક્ષિત સ્થળે ખસેડાયા હોય તેવા લોકોને 72 કલાકમાં આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.

ભિલાડ ફાટક અને રેલવે ગરનાળા પર ટ્રાફિક સમસ્યા - ઉમરગામ વિસ્તારમાં ભિલાડ રેલવે ગરનાળામાં ભરાતા પાણી બાદ સર્જાતા ટ્રાફિક જામ અંગે તેમણે જણાવ્યું હતું કે 74 કરોડના ખર્ચે આવા રેલવે ગરનાળામાં બ્લોક પથરવાનું કામ મંજુર થયું છે. તેને માટે રેલવે વ્યવહાર બ્લોક કરવા ઉપરાંત વરસાદ રહિત વાતાવરણ હોવું જરૂરી છે. આ વિસ્તારમાં એક જ 73 નંબરનું ફાટક છે. જ્યાંથી સરીગામ, ઉમરગામ GIDC માં સૌથી વધુ વાહનવ્યવહાર ચાલે છે. જ્યાં સર્જાતા ટ્રાફિકથી બચવા લોકો રેલવે ગરનાળાનો ઉપયોગ કરે છે. જે વરસાદી સીઝનમાં પાણી ભરાતા બંધ કરવું પડે છે.

આ પણ વાંચોઃ ક્યાંક નદીની નજીક ન જવા આદેશ, તો ક્યાંક ડેમના દરવાજા ખોલવા પડ્યા

સર્વે કરી જરૂરી સહાય ચૂકવવામાં આવશે - વલસાડ જિલ્લામાં 1500 કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ પુરમાં ફસાયેલા 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની વિગતો જિલ્લા કલેકટરે ક્ષિપ્રા આગ્રેએ આપી છે. કલેકટરે જણાવ્યું હતું કે સ્થાનિક ટીમ, NDRF અને કોસ્ટગાર્ડની મદદથી લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સ્થળાંતર કરેલા લોકો માટે સુરક્ષિત સ્થાન પર ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે નુકસાન થયું છે તેનો સર્વે કરી જરૂરી સહાય ચૂકવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.