ETV Bharat / state

કોવિડ મહામારીના 6 માસ બાદ પ્રસિદ્ધ રાયણીવાળા હનુમાનદાદાનું મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું

author img

By

Published : Oct 11, 2020, 11:07 AM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા કલગામ ગામના રાયણીવાળા હનુમાન દાદાનું સુપ્રસિદ્ધ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. હનુમાન દાદાનું મંદિર કોરોના કાળના 6 મહિના બંધ રહ્યા બાદ ખુલ્લું મુકાતા ભક્તો દાદાના દર્શને ઉમટી પડ્યાં છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા સાથે માત્ર દર્શનની મંજૂરી આપી કોરોના મહામારીમાં સાવચેતી રાખવા ભક્તોને અપીલ કરી છે.

Valsad
વલસાડ

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ગામ ખાતે 600 વર્ષ જૂનું અને આસ્થાના પ્રતિક સમાન સ્વયંભૂ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરે સુરતથી મુંબઈ વચ્ચેના લાખો ભક્તો દાદાના દર્શને આવે છે. જોકે કોરોના કાળ દરમિયાન આ મંદિર 6 મહિના સુધી બંધ રહ્યા બાદ ભક્તોની માગને ધ્યાનમાં રાખી દાદાના દર્શન માટે ખુલ્લું મુકાયું છે, ત્યારે મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, મંદિર સરકારની તમામ ગાઈડલાઈનને ધ્યાને રાખી ખુલ્લું મુકાયું છે. પરંતુ ભક્તો તેનું પાલન કરે તે જરૂરી છે. નહીં તો ફરી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ પણ કરવા પડશે.

રાયણી વાળા હનુમાન દાદા ભક્તોમાં શ્રદ્ધાનું પ્રતીક છે. દરેક મનોકામના પૂર્ણ કરતા સંકટમોચન છે. મંદિર બંધ હતું ત્યારે મંદિરના દ્વાર પર આવીને પણ હજારો ભક્તો દર્શન કરતા હતાં. જ્યારે હવે મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી ગયા છે. દાદાના દર્શનનો લાભ મળ્યો છે. ત્યારે, લોકો કોરોના મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવું દર્શને આવતા ભક્તોએ જણાવ્યું હતું.

કોવિડ મહામારીના 6 માસ બાદ પ્રસિદ્ધ રાયણીવાળા હનુમાનદાદાનું મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું
દાદાના દર્શને આવેલા અંતિમ પટેલ માટે તો શનિવારનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ હતો. કેમ કે, આ દિવસે તેનો જન્મ દિવસ હતો. અને તે જ દિવસે મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકતા તે તેમના પરિવાર સાથે દાદાના દર્શને આવ્યાં હતાં. અંતિમ પટેલે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સુખ-દુઃખમાં હંમેશા હૈયામાં વસેલા રાયણી વાળા દાદા દરેક ભક્તોના દુઃખ હરે છે. માટે લોકો પણ હાલની કોરોના મહામારીમાં નિયમોનું પાલન કરી દર્શનનો લાભ ઉઠાવે.

ઉલ્લેખનીય છે કે, 600 વર્ષ જૂનું રાયણી વાળા હનુમાન દાદાનું મંદિર ભક્તોમાં આસ્થાનું પ્રતીક છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે સેનેટાઈઝરની વ્યવસ્થા સહિત, માત્ર દર્શનની અનુમતિ સાથે મંદિરના દ્વાર ખુલ્લાં મુકાયા છે. ફળ, શ્રીફળ, ફૂલ-હાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભક્તોને મંદિર પ્રાંગણમાં ભીડ કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા પર પણ પાબંદી લગાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.