- નેશનલ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પાએ પલટી મારી
- અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિલ ક્લિયર કરાવ્યો
વલસાડઃ પારડી નજીક ખડકી નેશનલ હાઇવે નંબર-48 પર ગેસ સિલિન્ડર ભરેલો વાપી તરફ જતો ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પાની હેડ લાઇટ અચાનક બંધ થઈ જતા અકસ્માત થયો હતો.
ઇન્ડિયન ગેસ કંપનીના ગેસ સિલિન્ડર ભરી બોઇસર જતો ટેમ્પો (GJ-21-T-7678) ખડકી નેશનલ હાઇવે 48 પર માટીના ઢગ પર ચઢી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો. જોકે સદનસીબે ડ્રાઇવરનો બચાવ થયો હતો.
ટેમ્પો પલટી જતા ગેસ સિલિન્ડર રોડ ઉપર ફંગોળાયા
ટેમ્પો પલટી મારતાં ટેમ્પામાં મૂકેલા ગેસ સિલિન્ડરો હાઇવે પર ફેંકાઈ ગયા હતા. આ તમામ ગેસ સિલિન્ડર ભરેલા હતા. જોકે આ અકસ્માતને પગલે વાપી તરફના માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
ગેસ સિલિન્ડર રસ્તા પર રઝળ્યા પોલીસે સિલિન્ડર સાઈડ પર કરાવ્યા આ ઘટના અંગે પારડી પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પલટી મારેલો ટેમ્પો અને ગેસ સિલિન્ડરો હાઇવેની સાઈડ પર કરાવ્યા હતા. પોલીસે ગેસ સિલિન્ડર રસ્તાની સાઇડ પર કરાવ્યા ટેમ્પોની હેડ લાઈટ બંધ થઈ જતા ઘટના બની હોવાની ચલાકની કેફિયત ટેમ્પો ચલાકના જણાવ્યા મુજબ ટેમ્પાની હેડ લાઈટ અચાનક બંધ થઈ ગઈ હતી. જેને લઈ ડાઈવર્ઝન પાસે માટીનો ઢગ નજરે ન આવતા આ અકસ્માત થયો હતો. પારડી નજીક હાઈવે પર સિલિન્ડર ભરેલા ટેમ્પાએ પલટી મારી દિશાસૂચક બોર્ડ ના મૂકવામાં આવતા અનેક અકસ્માતને આમંત્રણ ઉલ્લેખનીય છે કે, ખડકી હાઇવે પર બ્રિજ નિર્માણની કામગીરી માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. પરંતુ જ્યાં ડાયવર્ઝન સૂચક યોગ્ય બોર્ડ ન મૂકવામાં આવ્યા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે જવાબદાર તંત્ર અકસ્માત રોકવા યોગ્ય કમગીરી કરે તે જરૂરી છે.