- સર્વિસ રોડ કુદાવી કાર હાઇવે પર પહોંચી જતા અકસ્માત સર્જાયો
- હાઇવે ઉપર કાર આવી જતા બે ટ્રકે મારી કારને ટક્કર
- અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
- કાર ચાલકનો અકસ્માતમાં ચમત્કારિક બચાવ
વલસાડઃ પારડી હાઇવે નંબર 48 ઉપર મામલતદાર કચેરી સામે રોંગ સાઈડ આવતી કાર સર્વિસ રોસ કુદાવી સુરત મુંબઈ ટ્રેક ઉપર આવી જતા તેને બે ટ્રકોએ ટક્કર મારી હતી. આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે ચલાકનો ચમત્કારિક બચાવ થયો હતો.
સર્વિસ રોડ કૂદાવી કાર હાઇવે ઉપર આવી જતા અકસ્માત સર્જાયો
પારડી નેશનલ હાઇવે નંબર 48 સ્થિત નવી મામલતદાર ઓફિસ સામે પેટ્રોલ પમ્પ નજીક રોંગ સાઈડથી આવતી સ્વીફ્ટ ગાડી નંબર જીજે 15 સીબી 4852 અચાનક સર્વિસ રોડ છોડી સુરતથી મુંબઈ જતા હાઇવે પર આવી જતા, તેને બે ટ્રકોએ ટક્કર મારી હતી. જેમાં સ્વીફ્ટ ગાડીનો એક સાઇડના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પારડી મોદી પરિવારના સભ્ય ઘરે આવી રહ્યા હતા ત્યારે બની ઘટના
જ્યારે સ્વીફ્ટ ગાડી ચાલક પારડીના મોદી પરિવારના યુવાનનો ચમત્કારિક બચાવ થયો હતો. પારડી રામ ચોક ખાતે રહેતા ધ્રુમિલ મોદી સ્વીફ્ટ ગાડી નંબર જી જે 15 સીબી. 4852 લઈ રોંગ સાઈડથી પારડી આવી રહ્યા હતા. આ દરમિયાન કોઇ કારણોસર અચાનક સ્વીફ્ટ ગાડી સુરત થી મુંબઈ જતા હાઇવે પર આવી ગઈ હતી.
એક અજાણી ટ્રકે ટક્કર મારી જેને પગલે અકસ્માત સર્જાયો
મુંબઈ તરફ જતી અજાણી ટ્રકે કારને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જો કે, એક અન્ય ટ્રક નંબર જી જે 06 એ. વાય 0888 સાથે ધડાકાભેર અથડાતા ગાડીને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માતને લઇ મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા હતા અને હાઇવે પોલીસે સ્થળ પર પહોંચી હતી. તેમણે ગાડીને ક્રેઇન વડે હટાવીને ટ્રાફિક હળવો કર્યો હતો.