વલસાડઃ જિલ્લામાં એક હજારથી પણ વધુ બાળકીઓને સ્વરક્ષણની તાલિમ આપવામાં આવી હતી. જેથી છેડતી જેવા કિસ્સા ઓમાં રોમિયોને તેઓ પાઠ ભણાવી શકે, આ તમામને પ્રમાણ પત્રથી સન્માનિત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં ABVP દ્વારા સ્કુલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પોતાનું રક્ષણ સ્વયં કરી શકે એવા હેતુથી 1000થી વધુ વિધાર્થિનીઓને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી. સતત બે માસ કરતા વધુ સમય ચાલેલી આ તાલીમમાં અનેક વિદ્યાર્થીઓ તાલીમ મેળવી પગભર બની પોતાની તો રક્ષા કરી શકે એવી સક્ષમ બની સાથે જ અન્યને પણ રક્ષણ કરી શકે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વરક્ષણની તાલીમ સેન્સાઈ નિલેશ કોશિયા દ્વારા આપવામાં આવેલ જેમાં ડિવાઇન ગ્રુપ પણ સામેલ હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તાલીમ મેળવેલી અનેક વિધાર્થિનીઓએ પોતાની તાલીમમાં લીધેલા અનેક કરાટેના દાવપેચ દર્શાવીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.