ETV Bharat / state

કપરાડામાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું - નુકસાનનું વળતર આપવા માગ

વલસાડ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. જોકે, સૌથી વધુ નુકસાન કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં તેમજ ખેડૂતોને થયું છે ત્યારે ભોગ બનેલા લોકોને સરકારી સહાય મળે એવા હેતુથી વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીએ ગુરૂવારે કપરાડા મામતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

કપરાડામાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

author img

By

Published : May 21, 2021, 10:05 AM IST

  • કપરાડા મામલતદારને આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર
  • કપરાડામાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માગ
  • કપારાડામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને પાક વ્યાપક નુકસાન થયું

વલસાડઃ જિલ્લાના અંતરિયાળ ધરમપુર કપરાડા વિસ્તારના અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે વાવાઝોડાના ગયા બાદ અનેક ગામોમાં નુકસાની જોવા મળી છે ત્યારે ચીકુ, કેળા, આંબાવાડી, ડાંગર, શેરડી જેવા પાકને નુકસાન પહોંચ્યું છે. પશુઓનો સુકો ચારો પણ વરસાદી પાણીમાં પલળી જતા અનેક આદિવાસી લોકોને નુકશાન પહોંચ્યું છે, જેને પગલે ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે એવી માગ આવેદન પત્ર આપી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.

કપરાડા મામલતદારને આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

આ પણ વાંચો- મોરબી જિલ્લામાં વાવાઝોડામાં ખેતીના પાક બચી ગયો

પવન સાથે આવેલા વરસાદમાં અનેક ઘરો અને કોઠીમાં મુકેલ ડાંગર પણ પલળી ગયું છે

કપરાડા તાલુકાના અનેક ગામોમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘરોને નુકસાન થયું છે, જેના લીધે ઘર માલિકોને વરસાદી પાણી ઘરમાં પડતા અન્ય સ્થળે આશરો લેવો પડ્યો છે. તો કેટલાક કિસ્સામાં સિમેન્ટરના પતરા ઉડતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આદિવાસી વિસ્તારના લોકો ભાત લીપણવાળી કોઠીમાં ભરી એકત્ર કરી આખું વર્ષ માટે ભરી રાખે છે. તેવામાં પડેલા વરસાદને કારણે કોઠીમાં મુકેલા પાક ભીંજાઈ ગયા છે.

કપારાડામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને પાક વ્યાપક નુકસાન થયું

આ પણ વાંચો- ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ

આમ આદમી પાર્ટીના અગ્રણી કાર્યકરો આજે આવેદન પત્ર સોંપ્યું

કપરાડા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે કપરાડા મામલતદારને આવેદન પત્ર આપીને વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેમ જ હાલ તરત સહાય આપવામાં આવે એવી માગ કરી છે, જેથી આદિવાસી પરિવારને આર્થિક રાહત મળી રહે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.