ETV Bharat / state

વાપીમાં ટ્રકમાં સંતાડીને લઈ જવાઈ રહેલો 6 લાખનો દારૂ ઝડપાયો, ચાલકની ધરપકડ - liquor busted in gujarat

વાપીમાંથી ફરી એકવાર મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝાડપાયો છે. વાપી GIDC પોલીસે કન્ટેનરમાં ચોરીછુપીથી લઈ જવાતા 6 લાખનાં દારૂ સાથે ડ્રાઇવરને ઝડપી પાડીને રૂ.16 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીમાં કન્ટેનરનમાં સંતાડીને લઈ જવાઈ રહેલો 6 લાખનો દારૂ ઝડપાયો, ચાલકની ધરપકડ

author img

By

Published : Jan 27, 2021, 9:21 AM IST

  • 6 લાખના દારૂ સાથે ટ્રક ચાલકની ધરપકડ
  • GIDC પોલીસે બાતમીના આધારે ઝડપ્યો દારૂનો જથ્થો
  • 130 બોક્સમાં 6 લાખની કિંમતની 5424 બોટલ મળી આવી

વાપી: વાપીના GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બાતમીના આધારે વાપી GIDC ચાર રસ્તા પરથી એક કન્ટેનરને રોકીને તપાસ કરતા તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 6 લાખના દારૂ, ટ્રક સહિત કુલ 16,00,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

વાપીમાં કન્ટેનરનમાં સંતાડીને લઈ જવાઈ રહેલો 6 લાખનો દારૂ ઝડપાયો, ચાલકની ધરપકડ
કુલ 16 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસને મળેલી બાતમીનાં આધારે GIDC ચાર રસ્તા ખાતેથી એક કન્ટેનરને ઉભું રાખવામાં આવ્યું હતું. પોલીસે ચાલકની પૂછપરછ કરીને કન્ટેનરનાં પાછળના દરવાજાનો લોક ખોલવા જણાવ્યું હતું. કન્ટેનરમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂનાં 130 બોક્સમાં 6 લાખ રૂપિયાની કિંમતની 5424 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે 10 લાખની કિંમતનું કન્ટેનર જપ્ત કરી કન્ટેનર ચાલક ઇશાકપુર બાબુલાલ શાકેતની ધરપકડ કરી હતી. વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.