- કપરાડાના અંતરિયાળ એવા દભાડી ગામે દિવ્યાંગજનો માટે કેમ્પ યોજાયો
- હાથ ગુમાવનાર તેમજ બહેરાશ ધરાવનાર દિવ્યાંગજનોની થઇ તપાસ
- તમામ લોકોને જરૂરી સાધનોનું થશે વિતરણ
વલસાડ: કપરાડાના દાભાડી ગામે આવેલી ગીતાંજલિ છાત્રાલયમાં રવિવારે સુરતના માનવ સેવા સંઘ (છાંયડો) દ્વારા વિકલાંગ માટે વિશેષ કેમ્પ યોજાયો હતો. જેમાં પોલિયો કે હાથ ગુમાવનાર તેમજ બહેરાશ ધરાવનાર લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દિવ્યાંગોને ત્રણ પૈડાં વ્હિલચેર, પોલિયો કેલિપર, હાથપગ થતા બહેરાશ ધરાવતા દર્દીને ચેકિંગ બાદ માપ લઇને સાધનો પૂરા પાડવામાં આવશે. આજે 100થી વધુ લોકોએ અહીં ચેકિંગ કરાવ્યું હતું
વધુ વાંચો : પોરબંદરમાં દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ અને પગ અને કેલીપર્સ વિતરણ કેમ્પ યોજાયો
તારીખ 9 મેના રોજ સાધનોનું વિતરણ કરાશે
સુરતમાં અગાઉ ધરમપુર ખાતે પણ તપાસ કેમ્પ યોજાયો હતો. આ ધરમપુર અને કપરાડાના કેમ્પના તપાસ અર્થે આવેલા તમામ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબના સાધનો કેલિપર ટ્રાયઇસિકલ હિયરિંગ મશીન આગામી તારીખ 9મેના રોજ ધરમપુરના તામછડી ગામે એક વિશેષ કેમ્પનું આયોજન કરીને વિતરીત કરવામાં આવશે.
વધુ વાંચો : મહુવા નગરપાલિકા દ્વારા કોવિડ-19 અંતર્ગત વેક્સિનેશન કેમ્પ યોજાયો