વલસાડ કપરાડાના કાકડકોપર ગામે મુખ્ય માર્ગ ઉપર મહાદેવના મંદિરમાં પૂજારી અને ભગત ભુવા તરીકેનું કામ કરતા રિતેશ અંધેર નામના યુવકને વહેલી સવારે કેટલાક ઇસમો દ્વારા અપહરણ ( A Man Abduct from Kaprada Kakadkopar ) કરી લઈ ગયાં હતાં . ભગત પાસે નાણાની માગનો ઇરાદો હતો પણ માર મારતા ભગતની તબિયત બગડી ગઈ હતી. જેના કારણે ગભરાઈ ગયેલા અપહરણકારો ભગતને કરમબેલી હાઇવે ઉપર છોડીને ચાલ્યા ગયા હતાં. આ ઘટના 20 સપ્ટેમ્બરે બની હતી.આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ ( Valsad Police Arrest five Accused ) કરવામાં આવી છે.
ભીલાડના નંદીગ્રામના ડુંગર પાસે લઈ ગયા Eeco કારમાં આવેલા ચાર જેટલા ઈસમોએ રિતેશ અંદરનું અપહરણ ( A Man Abduct from Kaprada Kakadkopar ) કર્યા બાદ તેને નેશનલ હાઇવે થઈ નંદીગામ પાસે આવેલા ડુંગર ઉપર એક ઝૂંપડામાં લઈ ગયા હતા.. જ્યાં તેને ડરાવી ધમકાવી તેની પાસે દસેક કરોડ રૂપિયા હોવાનું જણાવતા પૈસાની માંગ કરી હતી. જો કે પૈસાની વ્યવસ્થા ન થતાં અને રિતેશની માર મારવાથી તબિયત બગડતા ગભરાઈ ગયેલા અપહરણ કરનારાઓ એ તેને કરમબેલી નેશનલ હાઇવે ઉપર છોડી દીધો હતો. જે બાદ રિતેશ અંધેર રિક્ષામાં બેસી વાપી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો હતો. જે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ગામના જ યુવકે બનાવ્યો અપહરણનો પ્લાન કપરાડાના કાકડકોપર ગામેથી ભગતનું અપહરણની ઘટનામાં કાવતરુ કરનારા યુવકો ગામના જ છે. રિતેશ અંધેરના ગામ કાકડ કુકરમાં જ રહેતા પ્રદીપ બાબુભાઈ ગવળી અંધેર ફળીયા કાકડકોપર તેમજ મનીષ મનુભાઈ વડવી રહેવાસી સેલવાસ ગુરકુંડ ફળિયા દમણગંગા સર્કિટ હાઉસની બાજુમાં બંને મળી ભગત રીતેશ અંધેરને અપહરણ કરી જઈ પૈસા માંગવાનો પ્લાન બનાવ્યો હતો. જે મુજબ તેમણે તારીખ 20 9 2022 ના રોજ સવારે ચાર લોકોએ ભગતનું અપહરણ ( A Man Abduct from Kaprada Kakadkopar ) કરી લીધું હતું.
આ અગાઉ પૈસાની લેતીલેતી બાબતે સમાધાન થયું હતું રિતેશ અંધેર જે ભગત ભુવાનું કામ કરે છે એને ત્યાં અગાઉ પણ આવનારા લોકોને પૈસા પાડી આપવા કે પૈસાનો વરસાદ કરવા જેવા કિસ્સાઓમાં તે વિવાદમાં આવ્યો હતો. જો કે આ કિસ્સામાં સમાધાન થઈ જતા બંને પાર્ટી વચ્ચે સમાધાનના પૈસા આપવા માટે પ્રદીપ ગવળીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જે બાદ રિતેશ પાસે ખૂબ પૈસા હોવાનું માની તેણે અપહરણનો ( A Man Abduct from Kaprada Kakadkopar ) પ્લાન બનાવ્યો હતો.
કોણ કોણ પકડાયું સમગ્ર અપહરણ પ્રકરણમાં મનીષ મનુભાઈ વળવી રહસેલવાસ ગોરકુંડ ફળિયા પ્રદીપભાઈ બાબુભાઈ ગૌરી રહે કાકડકો પર અંધેર ફળીયા ,અમિત રાજેશભાઈ વારલી રહેવાસી બાલદેવી નવલા ફળીયા જયનેશ પૂર્વે અંકો શિવભાઈ સેલવાસ મહેશ અમરતભાઈ વારલી સેલવાસ( Valsad Police Arrest five Accused ) પકડાયાં છે. પોલીસે સમગ્ર અપહરણનો ગુનો ઉકેલી કાઢ્યો છે અને ગામના જ યુવકની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.