ETV Bharat / state

સરીગામની રબ્બર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં સવારે 9 વાગ્યા આસપાસ પ્રભાત રબ્બર ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને બુઝાવવા સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડર, સરીગામ ફાયર અને વાપી નોટિફાઇડ ફાયરમાંથી ફાયર ટેન્ડર મંગાવી ત્રણેક કલાક સુધી ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની નહિ થતા તંત્રએ હાશકારો લીધો હતો.

Fire in Sarigam
Fire in Sarigam
author img

By

Published : Sep 3, 2021, 8:30 PM IST

  • વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ
  • સરીગામ GIDC માં પ્રભાત રબ્બર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
  • અગમ્ય કારણોસર લાગેલી આગમાં રબ્બરની પ્રોડક્ટ બળીને ખાખ

વલસાડ: જિલ્લાની સરીગામ GIDC માં રબ્બરની રિંગ બનાવતી કંપનીના વેસ્ટેજ રબ્બર પ્રોડક્ટમાં સવારે 9 વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. આ અંગે સરીગામ ફાયર વિભાગના ફાયર ઓફિસર સનત કુમાર સોનીએ વિગતો આપી હતી કે, આગની ઘટના બાદ તેમને જાણકારી મળતા તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ખૂબ જ વિકરાળ હતી. જેના પર પાણી અને ફોમનો મારો ચલાવી ત્રણેક કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

સરીગામની રબ્બર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

આગને બુઝાવવા સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડર ઉપરાંત વાપી નોટિફાઇડના ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યાં હતાં. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટ થવાના કારણે સવારે 9 વાગ્યે લાગી હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફેક્ટરીમાં મોટાભાગની રબ્બર પ્રોડકટ હોવાથી આગ પર કાબુ મેળવતા 3 કલાકથી વધુનો સમય ગયો હતો.

સરીગામની રબ્બર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
સરીગામની રબ્બર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

આગ લાગી કે લગાડી આસપાસના ઉદ્યોગોના કામદારોમાં ગણગણાટ

ઉલ્લેખનીય છે કે, આગની ઘટના બાદ નજીકમાં આવેલા કચરાના ગોડાઉનમાં આગ પ્રસરી ન જાય તે માટે ગોડાઉનના કચરાના ઢગને પણ JCB દ્વારા હટાવવામાં આવ્યાં હતાં. જ્યારે મોટેભાગે વેસ્ટ રબ્બરમાં આગ લાગી હોય કંપની સંચાલકે વેસ્ટ રબ્બરને બાળવા જાતે જ આગ લગાડી હોય તેવો ગણગણાટ આસપાસના ઉદ્યોગોમાં કામ કરતા કામદારોમાં જોવા મળ્યો હતો. આગની ઘટના દરમિયાન ફાયરના જવાનો ઉપરાંત પોલીસ અને GPCB ના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને આગના સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.