ETV Bharat / state

કપરાડાના અંભેટી ગામે ગાય એ બે મુખી વાછરડાને જન્મ આપતા લોકોમાં કુતૂહલ - વલસાડ વેટરીનરી ડૉ. વિરલભાઈ

વલસાડ જિલ્લામાં એક આશ્ચર્યચકિત પમાડે તેવી ઘટના સામે આવી છે, એક ગાય એ બે મુખ વાળા વાછરડા ને જન્મ આપતા લોકોમાં કુતુહલ સાથે ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો જોવા માટે ભેગા થઈ ગયા હતા. જોકે 5000 કેસમાં માંડ એકાદ ઘટના એવી બનતી હોય છે. બે મુખ વાળું વાછરડું ગણતરીના કલાકો બાદ દૂધ ન પી શકતા મોતને ભેટયું હતું. જોકે ત્યાં સુધી તો સમગ્ર વાત વાયુ વેગે પંથકમાં ફેલાઈ જતા લોકો તેને જોવા માટે એકત્ર થઈ ગયા હતાં.

valsad
કપરાડા
author img

By

Published : Jul 31, 2020, 1:02 PM IST

વલસાડ: કપરાડા તાલુકાના અંભેટી ગામે રહેતા પશુપાલક ચંદ્રકાંતભાઈ રમેશભાઈ પટેલની એક ગાયને પ્રસવ પીડા હતી. જેને લઈ તેમને વેટરીનરી ડૉ. વિરલભાઈનો સંપર્ક કર્યો હતો. વિરલભાઈએ પ્રસવ પીડા ભોગવી રહેલી ગાયની તપાસ કરતા તેની હાલત ખૂબ ગંભીર જણાઈ આવી હતી. તેમને ઓપરેશન કરીને ગાયની પ્રસુતિ કરાવી પણ ગાયે બે મુખ વાળા વાછરડાને જન્મ આપતા પશુપાલક અને પરિવારજનો પણ ડઘાઈ ગયા હતા. ક્યારેય જોયું ન હોય એવું બે મુખી વાછરડું તેમણે પ્રથમ વખત નિહાળ્યું હતું.

કપરાડાના અંભેટી ગામે બે મુખી વાછરડાને ગાયે જન્મ આપતા કુતૂહલ

સમગ્ર ઘટનાની જાણકારી આસપાસના લોકોને થતા તેઓ પણ આ દુર્લભ વાછરડાને જોવા માટે દોડી આવ્યા હતા. ડૉ. વિરલભાઈના જણાવ્યા અનુસાર મેડિકલ રિસર્ચ મુજબ 5000 હજાર કેટલા પશુપાલનના ડિલિવરીના કિસ્સામાં ક્યારેક એકાદ કિસ્સો આવો સામે આવે છે. પરંતુ આવા વાછરડા બહુ લાબું આયુષ્ય ભોગવી શકતા નથી અને ગણતરીના કલાકોમાં મોતને ભેટે છે. ત્યારે અંભેટી ખાતે બનેલી ઘટનામાં પણ બે મુખી વાછરડું 72 કલાકમાં દૂધ ન પી શકતા મોતને ભેટયું હતું.

નોંધનીય છે કે, મેડિકલ સંશોધન મુજબ ક્યારેક કોઈ જીનેટિકલી ક્ષતિ રહી જતા પશુઓમાં પણ બચ્ચાઓ અર્ધ વિકસિત કે બે મુખી, ત્રણ મુખીનો જન્મ થતો હોય છે. પરંતુ ગ્રામિણ કક્ષાએ લોકો તેને અંધશ્રદ્ધા મુજબ ઈશ્વરનો કોપ માનતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.