- મગોદ ગામે લગ્ન પ્રસંગે રાત્રી દરમિયાન ડીજેના તાલ સાથે ઝૂમતાં હોવાનો વિડીયો થયો હતો વાયરલ
- રૂરલ પોલીસે લગ્ન પ્રસંગના સ્થળ ઉપર પહોંચી ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો
- લગ્ન પ્રસંગે 50થી વધુ લોકો એકત્ર કરવા ઉપર હાલ પ્રતિબંધ છે
વલસાડઃ ગુજરાતમાં લગ્ન પ્રસંગે માત્ર 50 વ્યક્તિઓને એકત્ર કરવાનું જાહેરનામું છે અને ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ છે તેમ છતાં પણ લોકો લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા સિવાય માનતા નથી. વલસાડ જિલ્લાના ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ ભારત સાથે વિશેષ માહિતી આપતા જણાવ્યું કે મગોદ ગામે ગત રાત્રિ દરમિયાન હનુમાન ફળિયામાં રહેતા મનોજ કૃષ્ણ ટંડેલના નિવાસસ્થાને લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને ત્યાંથી ડીજેના તાલ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી લોકો નાચગાન કરતા વિડીયો વાયરલ થયો હતો. જેને પગલે રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વિડીયો વાયરલ થતા પોલીસે આયોજક અને ડીજે સંચાલક સામે ગુનો દાખલ કર્યો
વલસાડ નજીકના આવેલા મગોદ ગામે હનુમાન ફળિયામાં રહેતા મનોજભાઈ કૃષ્ણભાઈ ટંડેલ નિવાસ્થાને ગત રાત્રિ દરમિયાન લગ્ન પ્રસંગ હોવાને લઈને ડીજેના તાલ સાથે સેંકડોની સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ડાન્સ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આયોજન કરતાં તેમજ ડીજે સંચાલક સહિત ત્રણ સામે 188 તેમજ એપેડેમીક એક્ટ-મુજબ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ 7 જૂનથી તમામ સરકારી ઓફિસો 100 ટકા કેપેસિટીથી કાર્યરત થશે
ઓનલાઇન લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને પોલીસે ટોળું એકત્ર ન કરવા સમજણ આપી હતી
મગોદ ગામે લગ્નના આયોજન કરતા મનોજ કૃષ્ણ ટંડેલને લગ્ન પ્રસંગ માટે સરકારી ધારાધોરણ અનુસાર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું અને પોલીસે તેમના નિવાસસ્થાને પહોંચીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે 50થી વધુ લોકો એકત્ર ન કરવા માટે સમજણ આપી હતી. પરંતુ તેમ છતાં પણ તેમના નિવાસસ્થાને રાત્રિના 10થી 12 વાગ્યાની વચ્ચે ડીજેના તાલ ઉપર લોકો એકત્ર થઇને ઝુમતાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
વલસાડ પોલીસના ડીવાયએસપી લોકોને જાહેર અપીલ કરી 50થી વધુ લોકોને લગ્નમાં એકત્ર ન કરવા અપીલ કરી છે
વલસાડ જિલ્લાના ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ મગોદ ખાતે બનેલી ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ લોકોમાં જાહેર અપીલ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે કોરોનાની મહામારીના કારણે સોશિયલ વાયરલનો ભંગ ન થાય તે માટે લગ્ન પ્રસંગે 50થી વધુ લોકોને એકત્ર ન કરવા માટે અપીલ કરી છે. જો તેમ કરવામાં આવશે અને લગ્ન પ્રસંગે જો 50થી વધુ લોકો એકત્ર થયેલા જણાશે તો પોલીસ આવા આયોજન કરતાં સામે કડકમાં કડક કાર્યવાહી કરતાં સહેજ પણ ખચકાશે નહીં.જિલ્લામાં મગોદ ગામે બનેલી વિડીયો વાયરલ થવાની ઘટનાને પગલે પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચોઃ જામનગરના નભોમંડળમાં સર્જાયો ઝીરો શેડો ડેનો નજારો,ફાયર સ્ટેશન ખાતે યોજાયું પ્રદર્શન