- પાર નદીના જુના પુલ ઉપર મિત્રોને બોલાવ્યા બાદ પોતે કૂદકો મારી જીવન ટૂંકાવ્યું
- આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ
- કેબલ ઓરપેટરનું કામ કરતા યુવાને નદીમાં ઝંપલાવ્યું
વલસાડ: વલસાડ નજીક આવેલા અતુલ ગામના મુકુંન વિસ્તારમાં રેહતો અને ચણવઇ ગામમાં કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા 40 વર્ષીય સુનિલભાઈ પટેલે ગતરોજ રાત્રે આશરે 9 વાગ્યા આસપાસ પોતાની FZ બાઈક નંબર GJ 15 AK 5 લઇને પારનદી પર ગયો હતો. ત્યારબાદ તેને તેના નજીકના મિત્રોને પર નદી પર બોલાવ્યા હતા. તેના મિત્રો નદી પર પહોંચતા સુનિલે નદીમાં ઝંપલાવ્યું હતું.
![વલસાડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-jupedinrivercabelopretor-av-gj10047_16012021085559_1601f_1610767559_1051.jpg)
બીજા દિવસે ચંદ્રપુરના લાઇફ સેવર ગ્રુપના સભ્યોએ મૃતદેહને નદીમાંથી શોધ્યો
સુનિલની ભારે શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. અને બીજા દિવશે સવારે ચંદ્રપુરના મંગેલા લાઈફ સેવા ટ્રસ્ટના સુખદેવભાઈ અને તેમની ટીમે સુનિલભાઈ ના મૃતદેહને પાર નદી માંથી બહાર કાઢ્યો હતો.
પી.એમ. માટે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો
સુનીલના મૃતદેહને પી.એમ કરાવવા માટે વલસાડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી દીધી છે.