વલસાડ: વાપીમાં કુલ 250 લોકોને કોરોના વાઈરસના કેસ સંદર્ભે હોમ કોરેન્ટાઇન કરવાની ફરજ પડાઈ હતી. જેમાના 140 લોકોએ 14 દિવસનો આ પિરિયડ હેમખેમ પસાર કરી લીધો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વાપી નગરપાલિકા અને વાપી શહેર અર્બન હેલ્થ વિભાગ દ્વારા વિદેશગમન અને બહારગામથી આવેલા આ 250થી વધુ લોકોના 140 જેટલા લોકોનો કોરેન્ટાઈન પિરિયડ પૂરો થતાં અને તેઓનો નેગેટિવ રિપોર્ટ આવતા તમામને છુટા કરાયા છે.
![A 14-day home in Vapi establishes a separate system for garbage collection for families living in quarantine and completing periods.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-separate-system-photo-gj10020_31032020160435_3103f_1585650875_1096.jpg)
વાપી નગરપાલિકા દ્વારા આ તમામ પરિવારોના ઘરનો કચરો અલગથી લેવાનો નિર્ણય કરાયો છે. હાલમાં નોવેલ કોરોના વાઈરસની મહામારી અને લોકોને વધુ સંક્રમણ ન થાય તેને ધ્યાને રાખી વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લઈ તમામ લોકોના ઘરનો કચરો એક જ વાહનમાં ઉચકવામાં આવશે આ માટે ત્રણ જેટલા કર્મચારીઓને સંપૂર્ણ કોરોના વાઈરસને નાથી શકે તેવી સામગ્રી પુરી પાડી છે. જેને લઇ અન્ય લોકોને કે વાપીમાં નગર પાલિકામાં સફાઈ કામગીરી કરતા કામદારોને પણ આ કોરોના વાઈરસ ન લાગે તેની સાવચેતી રખાઈ રહી છે.