- વલસાડમાં કોરોનાના કેસમાં સતત વધારો
- જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા 2343 થઈ
- જિલ્લામાં 95 નવા કેસ નોંધાયા
વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં બુધવારે 69 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે બાદ આજે ગુરુવારે 95 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ વલસાડ તાલુકામાં 47 નોંધાયા છે.
વિવિધ તાલુકાના કોરોના આંકડા ઉપર એક નજર
વલસાડ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 2342 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકામાં આજે ગુરુવારે 47 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. પારડી તાલુકામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વાપી તાલુકામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઉમરગામ તાલુકામાં કુલ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ધરમપુર તાલુકામાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે કપરાડા તાલુકામાં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ આજે ગુરૂવારે કુલ 95 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
આ પણ વાંચોઃ વલસાડ, સેલવાસ અને દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ નોંધાયા, 123ને રજા અપાઈ
69,806 લોકોએ કોરોના માટે ટેસ્ટ કરાવ્યો
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 69,806 લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. જેમાં 67,463ના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે 2343 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 9 લોકોના મોત થયા છે અન્ય 189 લોકોના મોત થયા છે કે, જેઓ કોરોના પોઝિટિવ તો હતા પરંતુ મોતનું કોઈ અન્ય કારણ હતું. આ અન્ય કારણ ડેટ કમિટીની રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. હાલ જિલ્લામાં કુલ 560 કોરોનાના એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં ખાનગી હોસ્પિટલો દરેક જગ્યા ઉપર ફૂલ છે. તેમજ સિવિલ હોસ્પિટલના બેડ પણ હાલ ભરાયેલા છે અને દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે.
આ પણ વાંચોઃ વલસાડમાં કોરોનાના 31, દાદરા નગર હવેલી અને દમણમાં 98 કેસ નોંધાયાં