વલસાડ: કપરાડા દિક્ષલ ગામે આવેલ તેજસ પેટ્રોલ પંપ ઉપર રાત્રે 3 હથિયાર અને દાંતરડા લઈને આવેલા 10 બુકાનીધારી લૂંટારુએ 3 કર્મચારી હાથપગ બાંધી દઈ ચલાવી 7 લાખથી વધુની લૂંટ ચલાવી સીસીટીવી ડી વી.આર. લઈ ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે નાકાબંધી કરતા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર સાથે 2 લૂંટારુને ઝડપી લેવાયા છે.
3 કર્મચારીને બંધક બનાવ્યા: વાપી નાસિક નેશનલ હાઇવે નંબર 848 ઉપર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના તેજસ પેટ્રોલ પંપ ઉપર મધ્યરાત્રીએ 10 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. જેમણે પેટ્રોલ પંપના ત્રણ જેટલા કર્મચારીને હાથ પગ બાંધી દઈ બંધક બનાવી દીધા હતા અને એકને બહાર ખુરશીમાં જ્યારે અન્ય બેને ઓફિસમાં બાંધી દીધા હતા. 10 જેટલા દુકાને ધારીઓ હિન્દી ભાષા હતા અને તેમના હાથમાં તીક્ષણ હથિયાર અને છરા તેમજ દાતરડા જેવા હથિયારો હતા.
7.34ની લૂંટ કરી ફરાર: લૂંટારુઓએ ઓફિસમાં રાખેલી ટીવી તોડી નાખી ઓફિસમાં રાખેલી તિજોરીઓ તોડી લોકરમાં મુકેલા રોકડ તેમજ સીસીટીવીનું ડીવીઆર કિંમત રૂપિયા 9,000 તથા શિવરામભાઈનો બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 24,000 મળી 7.34ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસને તેમની ભાળ ન મળે તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા. જો કે ત્યારબાદ ગણપતભાઈ શીત્યાભાઈ ભંગાળે તેમજ ભરતભાઈ બિરારી અને શિવરામભાઈ ગંગોળા આ ત્રણેય હાથ-પગ છોડી તુરંત 100 નંબર ઉપર ફોન કરી ઘટના અંગેની જાણ પોલીસને કરી હતી.
બે લૂંટારું ઝડપાયા: ઘટના અંગે જાણ થતાં વલસાડ પોલીસે જિલ્લા બહાર જતા માર્ગો અને ચેક પોષ્ટ ઉપર નાકાબંધી કરતા વાહન ચેકીંગ દરમ્યાન લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઇકો કાર તેમજ બે લૂંટારું ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય લૂંટારુંની શોધખોળ પોલીસે હાથ ધરી છે.