ETV Bharat / state

થર્ટી ફર્સ્ટ: દમણથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા 500થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા - valsad news

વલસાડ: દેશ સહિત વિશ્વમાં ધામધૂમથી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ઘણા લોકો થર્ટી ફસ્ટની ઉજવણી કરવા માટે દમણ જતા હોય છે. વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરે દારૂનો નશો કરીને દમણથી ગુજરાતમાં પ્રવેશતા અને નશો કરી વાહન ચલાવતા લોકોને વલસાડમાં વિવિધ સ્થળો પર ચેકિંગ કરીને ઝડપી પાડ્યા હતા.

valsad
વલસાડ
author img

By

Published : Jan 1, 2020, 10:16 AM IST

વલસાડ પોલીસે 31 ડિસેમ્બરની રાત્રે અનેક સ્થળ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દારૂનો નશો કરીને વાહન ચલાવનાર 500થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે દમણથી ગુજરાતમાં પ્રવેશતા માર્ગ પર પાતળીયા ચેકપોસ્ટ પર બ્રેથ ઇંલાઈઝર મશીનનો ઉપયોગ કરીને દમણથી ગુજરાતમાં પ્રવેશતા અનેક લોકોને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ પોલીસે વલસાડના 5 ગામ અને 90 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું.

દમણથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા 500થી વધુ લોકોનો પોલીસે ઝડપી પાડ્યા

31 ડિસેમ્બરથી મોડી રાત સુધી વલસાડના 8 જેટલા પોલીસ મથકમાં 500થી પણ વધુ લોકોને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. વલસાડમાંથી 19, પારડીમાં 105, વાપી ટાઉનમાં 35, વાપી GIDCમાં 59, ડુંગરામાં 55, ધરમપુરમાં 15, ઉમરગામમાં 80, કપરાડામાં 41 જેટલા નશાખોરોની પોલીસે ધરપકડ કરી હતી. ગત વર્ષે માત્ર 100 લોકો ઝડપાયા હતા, આ વર્ષે એના કરતા ત્રણ ઘણા લોકોને રાત્રીના 12 પહેલા પોલીસે ઝડપી લીધા હતા.

Intro:વલસાડ જિલ્લા પોલીસે ૩૧ ડિસેમ્બર ના રોજ દારૂનો નશો કરી દમણ થી ગુજરાત માં પ્રવેસતા અને નશો કરી વાહનો હંકારતા લોકોને જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર ચેકીંગ કરી ઝડપી લીધા હતા Body:વલસાડ પોલીસે ૩૧ ડિસેમ્બર ની રાત્રે અનેક સ્થળે ચેકીંગ હાથ ધર્યું હતું દારૂનો નશો કરી વાહનો ચલાવતા અનેક લોકો ને પોલીસે ઝડપી લીધા હતા દમણ થી ગુજરાતમાં પ્રવેશતા માર્ગ ઉપર પાતળીયા ચેક પોસ્ટ ઉપર બ્રેથ ઇંલાઇઝર મશીન નો ઉપયોગ કરી ને દમણ થી ગુજરાતમાં પ્રવેશતા અનેક લોકોને ચેક કરવામ આવતા હતા વલસાડ શહેર ની વાત કરીએ તો વલસાડ શહેરમાં ૫ ગામો અને ૯૦ સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
Conclusion:ગઈ કાલે મોડી રાત સુધી વલસાડ ૮જેટલા પોલીસ મથક માં ૫૦૦ થી પણ વધુ લોકો ને પોલીસે નશો કરેલી હાલત માં ઝડપી લીધા હતા જેમાં વલસાડ માં ૧૯,પારડી માં ૧૦૫, વાપી ટાઉન માં ૩૫, વાપી જી આઇ ડી સી માં ૫૯,ડુંગરા માં ૫૫,ધરમપુર માં ૧૫,ઉમરગામ માં ૮૦, કપરાડા માં ૪૧ જેટલા પિધ્ધર ઓ ને પોલીસે ધરપકડ કરી હતી ગત વર્ષે માત્ર ૧૦૦ લોકો ઝડપાયા હતા આ વર્ષે એના કરતા ત્રણ ઘણા લોકો ને રાત્રે ૧૨ પેહલા પોલીસે ઝડપી લીધા હતા

Not:-with voice over video
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.