ETV Bharat / state

વલસાડ પાલિકા સામે ભૂખ હડતાલ પર ઉતરેલા 5 કામદારોની તબિયત લથડી - government

વલસાડઃ નગરપાલિકાના 450 કામદારોને કાયમી કરવા બાબતે છેલ્લા 90 દિવસથી હડતાલ ચાલી રહી છે. કામદારો ઉપવાસ પર ઉતરવા છતાં કોઈ નિર્ણય ન આવતા ગત 8મી તારીખથી તેઓ આમરણાંત ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. જેમાંથી આજે 5માં દિવસે 3 કામદારોની તબિયત લથડી હતી. કામદારોને સારવાર માટે પાલિકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 8:19 PM IST

વલસાડ પાલિકામાં હંગામી ધોરણે સફાઈ કામ કરતા 450થી વધુ કામદારોને કાયમી કરવા માટે કોર્ટે પાલિકાને હુકમ કર્યો હતો, પરંતુ પાલિકાના શાસકો દ્વારા કોર્ટના હુકમની પણ અવગણના કરી હતી. જેથી આ તમામ કામદારોએ હડતાલ કરી દીધી હતી. છેલ્લા 58 દિવસની હડતાલ બાદ પણ પાલિકા સંચાલકોએ કોઈ રસ ન દાખવતા તારીખ 8-4-19થી 6 કામદારો આમરણાંત ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. જેમાં આજે 5માં દિવસે ગરમી અને ઉપવાસને કારણે 3 કામદારોની તબિયત લથડી પડતા તેમને પાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ભૂખ હડતાલ

નોંધનીય છે કે, વલસાડ પાલિકા ભાજપ શાસિત છે અને તેમના સત્તાધીશો દ્વારા કામદારોને કાયમી કરવા માટે કોર્ટે કરેલા હુકમને પણ ઘોળીને પી જતા 450 કામદારોના ઘરના ચૂલા પણ હાલ બંધ થઈ ચૂક્યા છે. શનિવારે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા 3 કામદારોની તબિયત લથડી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Intro:વલસાડ પાલિકા ના 450 કામદારો કાયમી કરવાના મુદ્દે છેલ્લા 90 દિવસ થી હડતાલ ઉપર ઉતરવા છતાં કોઈ નિર્ણય ના આવતા ગત તરીખ 8 થી આમરણાંત ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા જેમાં આજે 5 દિવસે 3 કામદારો ની તબિયત લથડી હતી જેમને સારવાર માટે પાલિકાની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા

Body:વલસાડ પાલિકામાં હંગામી ધોરણે સફાઈ કામ કરતા 450 થી વધુ કામદારો જેને કાયમી કરવા માટે કોર્ટે પાલિકાને હુકમ કર્યો હતો પરંતુ પાલિકા ના શાસકો દ્વારા કોર્ટના હુકમની પણ અવગના કરી આ તમામ કામદારો જે કાયમી ના કરતા આ તમામ કામદારો હડતાલ કરી દીધી હતી છેલ્લા 58 દિવસ ની હડતાલ બાદ પણ. પાલિકા સંચાલકોએ કોઈ રસ ન દાખવતા તારીખ 8-4-19થી 6 કામદારો આમરણાંત ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા જેમાં આજે 5 માં દિવસે ગરમી અને ઉપવાસ ને પગલે 3 કામદારો ની તબિયત લથડી પડતા તેમને પાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

Conclusion:નોંધનીય છે વલસાડ પાલિકા ભાજપ શાસિત છે અને તેમના સત્તાધીશો દ્વારા કામદારો ને કાયમી કરવાં માટે કોર્ટે કરેલા હુકમ ને પણ ઘોળીને પી જતા 450 કામદારો ના હાલ ઘર ના ચૂલા પણ બંધ થઈ ચૂક્યા છે તો આજે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા 3 કામદારો ની તબિયત લથડી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ માં.ખસેડાયા હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.